બોડેલી,તા. ૧૯
નસવાડી તાલુકાના કોલુ ગામે એક ખેતરમાં આંબાના ઝાડ ઉપર પોતાની ઓઢણીથી લટકતી હાલતમાં બે પિતરાઇ બહેનોની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. નસવાડી પોલીસ તેમજ નસવાડી મામલતદાર ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે કે બન્ને કિશોરીઓની હત્યા કે પછી આત્મહત્યા ? એ તો પોલીસની તપાસ બાદ જ ખબર પડશે.
મૂળ કવાંટ તાલુકાના કૂટબી ગામના મનસુખભાઇ ડુ. ભીલ તેઓના પરિવાર સાથે ૩ વર્ષ સમયથી નસવાડી તાલુકાના કોલુ ગામે રહીને ખેતી ભાગે રાખીને મહેનત મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. જેમાં ગતરોજ ૬ વાગ્યા ના સમયે ડુ.ભીલ મિસલીબેન મનસુખભાઇ ઉ.વ ૧૪ તેમજ મનસુખ ના ભાઇની છોકરી આરતીબેન ગુરજીભાઇ ઉ.વ ૧૫ના ઓ દુકાને સામાન લેવા ગઇ હતી. પરંતુ મોડી સાંજ સુધી આ બન્ને કિશોરીઓ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ આદરી હતી. જેમાં આજરોજ વહેલી સવારે કોલુ ગામના કાંચલી ફળિયાંમાં એક ખતરમાં આંબાની એક ડાળ ઉપર આ બંને બહેનોની પોતાની ઓઢણીથી ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશો મળી આવતાં ગામમાં ચકચાર મચી જવા પામી છે. આ બન્ને કિશોરીએ કયા કારણોસર ગળેફાંસો ખાધોે છે ? તે દિશામાં નસવાડી પોલીસની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હવે સાચું કારણ તપાસ બાદ બહાર આવશે. બન્ને મૃતદેહોને નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પી.એમ. માટે ખસેડવામાં આવેલ છે. આ બંને બાળકીઓએ ક્યા કારણોસર આ પગલું ભર્યું હશે ? શું આ હત્યા હશે ? કે પછી આત્મહત્યા ? જે પોલીસની તપાસ બાદ જ ખબર પડશે.