(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૬
છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલી હડતાળને લીધે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગત પર વિપરીત અસર પડી રહી છે. કાપડ ઉદ્યોગની સાથે અન્ય ઉદ્યોગો બંધ થઇ રહ્યા છે જેને પગલે ત્યાં કામ કરનારા અંદાજિત બે લાખ કામદારોને રોજીરોટી ગુમાવવાનો વારો આવ્યો છે. જો હડતાળ નહીં સમેટાઇતો કામદારો વતન જાય તો તેમને પરત લાવવા મુશ્કેલ બની જશે. ડીઝલની વધી રહેલી કિંમત, ટોલટેક્સ નાબૂદી તેમજ ઇ-વે બીલ સહિતના કેટલાક મુદ્દાઓને લઇ હડતાળનો આજેસાતમો દિવસ છે. ટ્રાન્સપોર્ટર્સ દ્વારા દેશભરમાં હડતાળ કરવામાં આવી છે. મોટાપાયે હડતાળ શરૃ કરવામાં આવી હોવ છતાંય સરકર દ્વારા સમાધાન માટે ટ્રાન્સપોર્ટર્સ આગેવાનોને અત્યાર સુધી બોલાવવામાંં આવ્યા નથી. જેને લીધે ટ્રાન્સપોર્ટર્સમાં નારાજગી પણ છે. ટ્રાન્સપોર્ટર્સની હડતાળને લીધે ઉદ્યોગો પર મોટી અસર પડી રહી છે. કાપડ ઉદ્યોગની વાત કરીએ તો અન્ય રાજ્યોમાંથી આવતા યાર્ન, ગ્રે તેમજ કલર – કેમિકલ સહિત અન્ય કાચામાલની અછત સર્જાતા હવે ઉદ્યોેગો બંધ થવા લાગ્યા છે. લૂમ્સ કારખાનામાંથી ગ્રે નહીંઆવતા વેપારીઓ પણ પ્રોસેસર્સ માટે ગ્રે આપી શકતા નથી પરિણામે ડાઇંગ યુનિટો પણ બેધ થવા લગ્યા છે. તે ઉપરાંત ટ્રાન્સપોર્ટર્સે ડિલીવરી બંધ કરતા માર્કેટોની દુકાનોથી ઠ્રાન્સપોર્ટ સુધી માલ લઇ જતા હજારો ટેમ્પા બંધ થયા છે. એક ટેમ્પો પર ત્રણ લોકોને રોજગારી મળે છે તે તમામ હાલ બેરોજગાર છે. તે ઉપરાંત પાર્સલ, પાર્કિગ, કટીંગ અને હાથલારી ચલાવનારા એકલાખ જેટલા કામદારોને રોજીરોટી ગુમાવવી પડી રહી છે. હવે ધીમે – ધીમે લૂમ્સના કારખાનાઓ અને પ્રોસેસિંગ યૂનિટો પણ બંધ થતા સુરત સહિત અન્ય યુનિટો પણ બંધ થતા સુરત સમેત દક્ષિણ ગુજરાતમાં બે લાખ લોકો હાલ બેરોજગાર બની ગયા છે. જો ટ્રાન્સપોર્ટર્સની હડતાળ વહેલી નહી સમેટાય તો અન્ય રાજ્યોના કામદારો પલાયન કરી જશે. સુરત ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના મુખ્ય યુવરાજ દેસલેેએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અમારી માંગણી નહીં સ્વિકારાતા હડતાળ શરૃ કરવામાં આવી છે જેને પગલે અમે ઓર્ડર બુકિંગ બંધ કર્યુ છે. જેની અસર સમગ્ર વેપાર જગત પર પડી છે.
કાપડ ઉદ્યોગની સાથે અન્ય ઉદ્યોગો બંધ બે લાખ કામદારોએ રોજી-રોટી ગુમાવી

Recent Comments