અમદાવાદ, તા.પ
પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે, વાજપેયીથી ઉલટી મોદી સરકાર માત્ર બે વ્યક્તિઓની સરકાર છે.
ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલના અનશન બાદ તેની મુલાકાતે આવેલા યશવંતસિંહાએ મોદી સરકાર અને અટલજીની સરકાર વચ્ચે અંતર અંગે કહ્યું કે, અટલજીના રાજમાં ટીમ સાથે મળીને કામ કરતી હતી. આજે કકોઈ ટીમ નથી. માત્ર અમિત શાહ અને મોદી બે વ્યક્તિઓની ટીમ કામ કરે છે. મોદીનું ગુજરાત મોડેલ નિષ્ફળ ગયું છે. ભાજપના પૂર્વ વરિષ્ઠ નેતા મોદી સરકારની જોરદાર ટીકાઓ કરી રહ્યા છે. ર૦૧૯ની ચૂંટણીમાં નિષ્ફળ ગુજરાત મોડેલ કામ નહીં આવે.
હાર્દિક પટેલની મુલાકાત બાદ શત્રુઘ્ન સિંહાએ સોશિયલ મીડિયા પર તસવીર મૂકી હાર્દિક પટેલ અનામતની અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે અનશન કરી રહ્યા છે. યશવંતસિંહાએ પેટ્રોલ-ડિઝલની વધતી જતી કિંમતો અંગે કહ્યું કે, મોદી સરકારને તેની ચિંતા નથી.
યશવંતસિંહાનો પ્રહાર, મોદી પાસે કોઈ ટીમ નથી : બે વ્યક્તિની સરકાર છે

Recent Comments