(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
વિખ્યાત ઉદ્યોગપતિ અને બોલવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાનું નામ બિટકોઇન કૌભાંડમાં સામે આવ્યું છે. આશરે ૨૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં સમન્સ પાઠવાયા બાદ રાજ કુન્દ્રા મુંબઇની કચેરીએ પોતાનું નિવેદન આપવા પહોચ્યો હતો. તેની પુછપરછ કરવામાં આવી હતી અને આ મામલે અમિત ભારદ્વાજની ધરપકડ કરી લેવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, બિટકોઇન લેણ દેણ સંબંધિત મની લોન્ડ્રીંગ સાથે ાજોડાયેલો કેસ છે અને સરકાર દ્વારા ઘોષિત ગેરકાયદે વેપારમાં તેમની ભૂમિકા બદલ સવાલ કરવામાં આવ્યા હતા. અધિકારીએ વધુ વિગતો ન આપતા કહ્યું હતું કે, કેસની કેટલીક લિંક કુન્દ્રા સાથે મળતી હોવાથી તેમને જવાબ આપવા માટે બોલાવાયા હતા.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ(ઇડી)એ બિટકોઇન કેસમાં સંડોવણી બદલ શિલ્પા શેટ્ટીના પતિ હર્ષ કુંદ્રાને સમન્સ મોકલ્યું છે. આ કેસમા નિવેદન આપવા મુંબઇમાં તેમને સમન્સ પાઠવાયું હતું. પુણે પોલીસની સાયબર ક્રાઇમ સેલ અને ઇડીના અધિકારીઓની ટીમે તપાસ દરમિયાન શોધ્યું કે, ગેટબીટકોઇનડોટકોમના માલિક અમિત ભારદ્વાજ દ્વારા શરૂ કરાયેલી બિટકોઇન યોજનાને પ્રોત્સાહન આપવામાં રાજ કુન્દ્રા સહિત અનેક બોલિવૂડની હસ્તીઓ સંડોવાયેલી છે. ઇડીના અધિકારીએ જણાવ્યું કે, ભારદ્વાજે હજારો લોકોને આ યોજનામાં ધકેલ્યા હતા. કેટલાક મહિના પહેલા તેને પુણે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. કુન્દ્રાની આમાં શુ ભૂમિકા છે અને સંડોવણી છે કે, નહીં તે અંગેની શંકા કે ચોક્કસ આધાર તેના નિવેદન પછી જ જાહેર કરી શકાય તેમ ઇડીએ જણાવ્યું હતું.