ડબલિન, તા.૧૦
આયરલેન્ડ શુક્રવારે અહિયા માલાહાઈડમાં પોતાની પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં પાકિસ્તાન વિરૂદ્ધ અપસેટ કરવાના ઈરાદા સાથે ઉતરશે. આયરલેન્ડના અનેક ખેલાડી જો કે ર૦૦૭ વિશ્વકપની તે ટીમના સભ્ય હતા જેમણે જર્મેલમાં પાકિસ્તાનને ત્રણ વિકેટે હરાવી ટુર્નામેન્ટની બહારનો રસ્તો બતાવ્યો હતો અને ખેલાડીઓને આશા છે કે તેઓ એકવાર ફરી અપસેટ કરવામાં સક્ષમ છે. આયરલેન્ડની તે ટીમમાં પાર્ટટાઈમ ક્રિકેટર હતા જેમાંથી અમુક શિક્ષક, ખેડૂત અને ટપાલ વિભાગમાં કામ કરનારા લોકો હતા અને સેન્ટ પેટ્રિક દિવસ પાકિસ્તાનને હરાવવામાં સફળ રહ્યું તે ખુશી જો કે ટૂંક સમયમાં માતમમાં ફેરવાઈ ગઈ જ્યારે પાકિસ્તાનના કોચ બોબ વુલ્મર આગામી સવારે પોતાની હોટલના રૂમમાં મૃત મળી આવ્યા.
પાકિસ્તાનના પૂર્વ કપ્તાન અને ચીફ સિલેકટર ઈન્ઝમામઉલહક પાકિસ્તાન માટે ટેસ્ટ પદાર્પણ કરશે તેણે શ્રીલંકા વિરૂદ્ધ વન-ડેમાં પદાર્પણ કર્યું હતું અને પ્રથમ મેચમાં જ સદી ફટકારી હતી. સલીમઈલાહી બાદ આુવું કરનાર તે પાકિસ્તાનનો અત્યાર સુધીનો બીજો બેટ્‌સમેન છે.