(એજન્સી) લાહોર, તા.ર૩
પાકિસ્તાનની મહિલા પત્રકાર જેનું બે વર્ષ પહેલાં અપહરણ થયું હતું. તેણીને બચાવી લેવામાં આવી છે. ર૬ વર્ષીય ઝીનત શાહઝાદી ડેઈલી નવી ખબર અને મેટ્રો ન્યૂઝ ટીવી માટે કાર્ય કરતી હતી. ૧૯મી ઓગસ્ટ, ર૦૧પના રોજ લાહોર સ્થિત નિવાસસ્થાનેથી ઓટો રિક્ષામાં ઓફિસ જઈ રહેલી ઝીનતનું અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરાયું હતું. ભારતીય નાગરિક હામિદ અન્સારી મુદ્દે કાર્યરત શાહઝાદીના અપહરણના બે વર્ષ બાદ તેણી ગુરૂવારે પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પાસેથી મળી આવી હતી અને તેણીના આ બચાવ કાર્યમાં બ્લુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાના આદિવાસીઓનો મોટો ફાળો છે. પાકિસ્તાની સામાજિક કાર્યકર્તા બિનાસરવરે કહ્યું કે, ઝીનત શાહઝાદીના લાહોરમાં પરિવાર સાથે મિલનથી અમે ખુશ છીએ. બિનાસરવરે શાહઝાદીના સુરક્ષિત હોવા અંગે આનંદ વ્યકત કર્યો હતો. શાહઝાદીના અપહરણથી નાસીપાસ થયેલ તેણીના ભાઈ સદ્દામહુસેને ગત વર્ષે માર્ચ મહિનામાં આપઘાત કર્યો હતો. શાહઝાદીના બીજા ભાઈ સલમાન લતીફે કહ્યું. ભારતીય કેદી હામિદ અન્સારીની પાકિસ્તાનમાં મદદ કરવાની અમે ભારે કિંમત ચૂકવી છે. મારી બહેનનું અપહરણ થયું અને મારો નાનો ભાઈ સદ્દામ જે ઝીનતથી ખૂબ જ નજીક હતો. તેણે ફરી મળી શકવાની આશા છોડી આપઘાત કર્યો. સદ્દામ હુસેને કહ્યું કે, તેની બહેને ભારતીય નાગરિકને મદદ કરી કોઈ અપરાધ નથી કર્યો. બે વર્ષ પહેલાં શાહઝાદીએ સુપ્રીમકોર્ટના માનવ અધિકાર પંચમાં ફૌઝિયા ભારતીય નાગરિક હામિદ અન્સારી વતી એક અરજી દાખલ કરી હતી. ફૌઝિયા અન્સારીની માતા છે. હામિદ અન્સારી નવેમ્બર ર૦૧રથી પાકિસ્તાનમાં ગુમ થયો હતો. ર૦૧૩માં ઝીનત અન્સારીની માતા પાસેથી પાવર ઓફ એટર્ની મેળવી પેશાવર હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો. હામિદ અન્સારી મુંબઈના રહેવાસી છે. જેમની અફઘાનિસ્તાન સરહદ મારફતે પાકિસ્તાનમાં ગેરકાયદે પ્રવેશ બદલ ર૦૧રમાં ધરપકડ થઈ હતી. કથિત રીતે હામિદ પોતાની ઓનલાઈન મિત્રને મળવા પાકિસ્તાન ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ઝીનતને આ કેસ છોડી દેવા માટે અજાણ્યા શખ્સો તરફથી અવારનવાર ધમકી મળતી હતી. પરંતુ તેણીએ માનવતાના ધોરણે અન્સારીની મદદ કરવાનું નક્કી કર્યું હતું. જ્યારે તેણીએ અન્સારીની માતા સાથે વાતચીત કરી ત્યારે તે પણ રડી પડી હતી. અન્સારીને સૈન્ય અદાલત દ્વારા પાકિસ્તાનમાં ગેરકાયદે પ્રવેશ અને જાસૂસીના આરોપમાં ત્રણ વર્ષની સજા આપવામાં આવી હતી. જો કે અન્સારી હજુ પણ જેલવાસ ભોગવી રહ્યો છે.
ર૦૧પમાં અપહૃત થયેલી પાકિસ્તાની પત્રકાર ઝીનત મળી આવી

Recent Comments