International

ર૦૧૭ની મુસ્લિમ મહિલા શિખર ઈસ્તંબુલમાં યોજાશે

તુર્કીશ એશિયન સેન્ટર ફોર સ્ટ્રેટેજિક સ્ટડિઝના પ્રમુખ સુલેમાન સેન્સોયની જાહેરાત

કુઆલાલુમ્પુર, તા.ર૬

કુઆલાલુમ્પુરમાં આ વર્ષના કાર્યક્રમમાં હાજરી આપતી વેળા તુર્કીશ એશિયન સેન્ટર ફોર સ્ટ્રેટજિક સ્ટડીઝના (ટીએસએસએએમ) પ્રમુખે જાહેરાત કરી હતી કે ર૦૧૭ મુસ્લિમ મહિલા શીખર ઈસ્તંબુલમાં યોજાશે.  સુલેમાન સેનસોયે જણાવ્યું હતું કે મલેશિયાના પાટનગરમાં  મુસ્લિમ વિમેન સોફ્ટ એસ. સિલ્ક, સ્ટ્રોગ એઝ આયર્ન, શીખર અને પ્રદર્શન દરમ્યાન ર૦૧૭ની શીખર અને આ સંગઠનનું સચિવાલય ઈસ્તંબુલ ખસેડવાની જાહેરાત પાછળથી કરવામાં આવશે.  તેમણે વર્લ્ડ ઈસ્લામિક ફોરમની લગભગ આઠ વર્ષની “સંસ્થાકરણ પ્રક્રિયા” વર્તમાન મહિલાની પહેલ વિકસીત પામી છે.  તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રયાસોનો હેતું મુસ્લિમ જગતમાં મહિલા દ્વારા સામનો કરવામાં આવી રહેલી સમસ્યાઓ પર પાશ્ચાત્ય ખ્યાલને માત્ર વળગી રહેવાનો જ નથી,  પરંતુ આપણા સંદર્ભ આધારિત મૂલ્યો પ્રસ્થાપિત કરવાનો અને સિવિલ સોસાયટી પહેલા ચાલુ રાખવાનો છે.  આ વર્ષની શીખર દરમ્યાન વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા બદલ એનાયત કરવામાં આવનાર ‘ઈસ્તંબુલ’ એવોર્ડસનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે આ શીખ સંમેલનનુંં નામ સવિશેષ માહોલ ધરાવે છે.  ઈતિહાસ અને સમકાલિન સમયમાં તુર્કીશ શહેરની ભૂમિકા પર ભાર મૂકીને સેન્સોયે જણાવ્યું હતું કે અમે ઈસ્તંબુલને ઈસ્લામિક  જગતના હાર્દ સમાન ગણીએ છીએ.  મલેશિયાના પાટનગર કુઆલાલુમ્પુર ખાતે ર૩-રપ સપ્ટેમ્બર દરમ્યાન આયોજિત આ શીખર સંમેલનમાં વિશ્વભરના હજારો લોકોએ ભાગ લીધો હતો.

Related posts
International

૪,૧૧,૧૨ વર્ષના બાળકો : પોલીસ માટે પેલેટ્‌સગોળી છોડવા જેટલા મોટા થઇ ગયા છે

પેલેટ્‌સ ગોળીનો ભોગ બનેલી ચાર વર્ષન…
Read more
International

બેવડાં ધોરણ : અમેરિકા ઈરાન વિરૂદ્ધના ઈઝરાયેલી વળતા હુમલામાં મદદ નહીં કરે, પરંતુ તેને અધધધ નાણાં ભંડોળ આપશે

(એજન્સી) તા.૧૫યુએસ અધિકારીઓના જણાવ્યા…
Read more
International

‘સાઇરનના અવાજો, ઘરેથી કામ કરવું અને ઊંઘ પૂરીથતી નથી’ : ઇઝરાયેલમાં કામ કરતા ભારતીયો ચિંતાતુર છે

(એજન્સી) તા.૧પઈઝરાયેલ અને ઈરાન વચ્ચે…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *