(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
ડાબેરી પક્ષે નિર્ણય કર્યો છે કે, એ આગામી ર૦૧૯ની લોકસભાની ચૂંટણીઓમાં જેએનયુના પૂર્વ અધ્યક્ષ કનૈયાકુમારને ચૂંટણીઓમાં એમના પક્ષ તરફથી ઊભો રાખશે. મળતા સમાચારો મુજબ એ પોતાના વતન બેગુસરાય જિલ્લામાંથી સંસદની બેઠક ઉપરથી ચૂંટણી લડશે. આ વાત બાબત વાતચીત કરતાં સીપીઆઈના રાષ્ટ્રીય સેક્રેટરી કે.આર.નારાયનાએ કહ્યું કનૈયાકુમાર સીપીઆઈની ટિકિટ ઉપરથી ચૂંટણી લડશે. જો કે, એ ડાબેરી પક્ષનું પ્રતિનિધિત્વ કરશે. વધુમાં જણાવાયું છે કે, કનૈયાકુમારે ચૂંટણી લડવા સંમતિ આપી છે અને એ ચૂંટણીઓ માટે તૈયારી કરી રહ્યો છે. ડાબેરી પક્ષોના નેતાઓ અન્ય પક્ષો જેમ કે આરજેડી, કોંગ્રેસ સાથે ગઠબંધન કરી કનૈયાકુમારને ઉમેદવારી કરાવવા પ્રયાસો કરશે. નોંધનીય છે કે, એ પહેલી વખત ચૂંટણીઓ લડશે પણ એમણે આ પહેલાં જેએનયુમાં થયેલ વિવાદોમાં લોકપ્રિયતા મેળવેલ છે. જો કે, કનૈયાકુમારની પ્રતિક્રિયા આ મુદ્દે મળેલ નથી.