(એજન્સી) લખનઉ, તા. ૬
યુપીમાં કૈરાના અને નૂરપુર પેટા ચૂંટણીના પરિણામથી ઉત્સાહિત સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે તે, એક દેશ, એક ચૂંટણી માટે તૈયાર છે. જો ચૂંટણી પંચ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સાથે જ યુપીમાં વિધાનસભા ચૂંટણી પણ કરાવવા માગતી હોય તો તેમની પાર્ટી તે પહેલનું સ્વાગત કરશે અને પાર્ટીના કાર્યકર્તાઓ પણ તેના માટે તૈયાર છે. કૈરાના અને નૂરપુર પેટા ચૂંટણીમાં જીતનાર ઉમેદવારોની મુલાકાત બાદ બુધવારે અખિલેશે એસપીના “દેશ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પત્રકારો સાથે વાતચિતમાં તેમણે કહ્યું કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા કોઈ અન્ય ચૂંટણી ન હતી. જે સીટો પર પેટા ચૂંટણી થઈ છે, તેનાથી સાફ થઈ ગયું છે કે લોકો ભારતીય જનતા પાર્ટીની નીતિઓથી પરેશાન થઈ “યા છે.
અખિલેશે કૈરાના પેટા ચૂંટણીમાં વિજય થયેલા સાંસદ તબસ્સુમ અને નૂરપુરના વિજેતા ધારાસભ્ય નઈમુલ હસનને શુભકામનાઓ આપી હતી. તેમણે કહ્યું કે કૈરાના અને નૂરપુર પેટા ચૂંટણી ખુબ જ મહત્વપૂર્ણ હતી. તેમાં જનતા, ખેડૂત અને ગરીબોના નિર્ણયને સામાજિકતા, એક્તા અને ભાઈચારાનો સંદેશ આપ્યો છે. ખેડૂત જે હાજર સરકારમાં સૌથી વધુ પરેશાન છે, તેમણે સંગઠીત થઈને ભાજપને જવાબ આપ્યો છે. હવે સત્તામાં બેસેલાઓને વિચારવાનું છે કે ખેડૂતો અને ગરીબોનું જીવન કેટલું સુધર્યું છે. અખિલેશે કહ્યું કે તે ખેડૂતો, ગરીબો, યુવાનો અને મજુરોને પણ ધન્યવાદ કહે છે. સમાજવાદી પાર્ટીએ સાથે જ સમસ્ત પાર્ટીઓ તેમને આભારી છે. ખેડૂત જો સૌથી વધુ પરેશાન છે સંકટમાં છે તો તેમે ક્યારેય એક થઈને ભારતીય જનતા પાર્ટીની ખોટી નીતિઓ વિરુદ્ધ મત આપ્યો. પેટા ચૂંટણીઓમાં કારમી હાર બાદ સત્તાધારી ભાજપ પાર્ટી ઘણી બધી સમીક્ષાઓ કરી છે, પણ પાર્ટીને મુદ્દા પર આવવું પડશે. ગરીબ, ખેડૂત અને ગામમાં રહેનારાઓનું જીવન સ્તર કેટલું સારુ થઈ શકે છે તે ભાજપને વિચારવાનું છે. યોગી સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, અમે ૧૯ મહિનામાં એક્સ”ેસ વે બનાવ્યો, પણ તેમનો સમય તો ફાઈલોમાં જ જતો રહ્યો છે.