(એજન્સી) રામેશ્વરમ, તા.ર૭
પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામની પુણ્યતિથિ પ્રસંગે અત્રે તેમની યાદમાં બનાવેલ સ્મારકને ખુલ્લુ મૂકતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને દેશ જ્યારે આઝાદીની ૭પમી વર્ષગાંઠ ઉજવે છે ત્યારે ડૉ.કલામના ર૦રરના સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા અનુરોધ કર્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ૧રપ કરોડ લોકો દેશમાં વસે છે. એક વ્યક્તિ એક કદમ વધારે તો દેશ ૧રપ કદમ આગળ વધે. તેઓ મિસાઈલમેનની યાદમાં યોજાયેલ સભાને સંબોધી રહ્યા હતા. દેશમાં સરકારે વિવિધ યોજનાઓ રજૂ કરી છે. રામાયણનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું કે, ભગવાન રામે શ્રીલંકા જ્યાં રામસેતુ બનાવ્યો હતો. જેમાં નાની ખિસકોલીઓએ મદદ કરી હતી. યુવકોને આ પવિત્ર સ્થળની મુલાકાત માટે આગ્રહ કર્યો હતો. મેમોરિયલ નિર્માણ કરનાર કારીગરોનો આભાર માન્યો હતો. ડૉ.કલામને ભવ્ય શ્રદ્ધાંજલિ આપતા મોદીએ કહ્યું કે તેમના દેશના કરોડો લોકોને પ્રેરણા આપી હતી. ડૉ.કલામના મેમોરિયલમાં ૯૦૦ પેઈટીંગ છે. ર૦૦ દુર્લભ ફોટા છે. વડાપ્રધાન મોદી સાથે રાજ્યપાલ વિદ્યાસાગર રાવ, મુખ્યમંત્રી પલાની સ્વામી, કેન્દ્રીય મંત્રીઓ, ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વેંકૈયા નાયડુ પણ હાજર હતા. મોદીએ ડૉ.કલામના પરિવારની સાથે વાતચીત કરી હતી. ડૉ.કલામના મોટાભાઈ મોહમ્મદ મુથુ મીરન સાથે પણ હાથ મિલાવી વાત કરી હતી.