ભાવનગર,તા.૩૦
ભાવનગરના મહુવામાં એક સાથે ૨૧ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવતાં પોલીસ બેડામાં મોટી ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં એવી માહિતી સામે આવી રહી છે કે સસ્પેન્ડ કરવામાં આવેલા તમામ પોલીસકર્મી પર થોડા દિવસ પહેલા વીએચપીના નેતાની હત્યા બાદ ફાટી નિકળેલા તોફાન દરમિયાન બેદરકારી દાખવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેના કારણે ભાવનગરના ડીએસપીએ સોમવારે સાંજે મોટો નિર્ણય લીધો હતો.
આ ઘટનામાં મહુવાના ૨૧ પોલીસકર્મીમાં ૧૨ પોલીસકર્મી ખૂટવડા, ગંગાજળિયા અને હેડક્વાર્ટરના છે, જ્યારે અમરેલીના ૭ અને બોટાદના ૨ કર્મચારી હોવાનું બહાર આવ્યું છે. તો હોમગાર્ડના ૧૦ જવાનો સામે પણ કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા છે.આ સિવાય ભાવનગર ડીએસપીએ એક સાથે ૨૧ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે, સસ્પેન્ડ કરાયેલા તમામ પોલીસકર્મીઓ પર મહુવામાં તોફાન દરમિયાન બેદરકારી દાખવવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.