(એજન્સી) શ્રીનગર, તા.ર૭
સુપ્રીમ કોર્ટમાં કલમ ૩પ-છને પડકારતી નવી અરજીની સુનાવણીની અફવા બાદ કાશ્મીર ખીણમાં હિંસાત્મક પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા જેમાં લગભગ રર લોકો ઘવાયા હતા.
ભાજપ નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા કલમ ૩પ-છને દૂર કરવાની અરજીના વિરોધમાં ગવર્મેન્ટ ડિગ્રી કોલેજના વિદ્યાર્થીઓ શોપિયાંમાં સડક પર ઉતરી આવ્યા હતા અને દેખાવો શરૂ કર્યા હતા. સુપ્રીમ કોર્ટે કલમ સંપૂર્ણપણે રદ કરી હોવાની અફવાઓ બાદ આ વિરોધે વધુ જોર પકડ્યું હતું અને સરકારી દળો અને વિરોધીઓ વચ્ચે જામિયા મસ્જિદની બહાર ઘર્ષણ થયું હતું. જિલ્લા હોસ્પિટલના વરિષ્ઠ તબીબના જણાવ્યા મુજબ રર નાગરિકોને પેલેટથી ઈજા પહોંચી હતી. જેમાંના ૬ની હાલત વધુ ગંભીર હોવાથી તેમને શ્રીનગરની એસએમએસએસમાં ખસેડાયા છે. આ ૬ દર્દીઓમાંના ત્રણને આંખમાં બુલેટ વાગી હતી.