અંકલેશ્વર,તા.૫
અંકલેશ્વર તાલુકા અવાદર ગામે ૨૨થી વધુ મુંગા પશુ ધનને ઝેરી દવા આપી હત્યા કરવાની ઘટનાએ ગ્રામજનોમાં ફફડાટ ફેલાવ્યો છે. અસામાજિક તત્વો દ્વારા પાણીમાં ઝેરી દવા નાખતા પાણી પીતા જ મુંગા પશુઓ મોતને ભેટવા લાગ્યા હતા. પશુપાલકોની આજીવિકા છીનવાય જતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના અવાદર ગામ ખાતે ઝગડીયા રોડ પર આવેલી ખુલ્લી જગ્યાઓમાં ગામમાં જ બકરા ઉછેરી પોતાનું ગુજરાન કરતી રેવાબેન રણજીતભાઈ વસાવાની ૯ નાની મોટી બકરી તેમજ નિષાબેન નટવરભાઈ વસાવાની ૧૫ અને અન્ય લોકોની બકરા બકરી પાણી પીવા માટે સુનિલ મુરજીભાઈ પટેલના ખેતરમાં ખેતરની બાજુમાં ખાડામાં પાણી પીવા ગયા હતા. જે ખાડાના પાણીમાં ખેતરમાં છંટકાવ કરવાની દવા નાખી હતી. એ પાણી પીવાથી તમામ બકરીઓના મોત થયા હતા. બકરીઓના મોતના કારણે આ કુટુંબો પોતાની આજીવિકા ગુમાવી છે. આ અંગે આદિવાસી સમાજના અગ્રણી મુકેશ વસાવાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ બાબતે તપાસ થવી જોઈએ અને કસૂરવારો સામે કડક પગલાં ભરે જેનાથી આવા મુંગા પશુઓને ઘાતકી હત્યા કરનાર સામે કડક કાર્યવાહી કરવા માગ કરી હતી. આશરે અઢીથી ત્રણ લાખ રૂપિયાના બકરા બકરીઓના મોત થયા છે. ૨ પશુ પાલકોના ૨૫ જેટલા મુંગા પશુ ધનને ઝેરી દવા વાળા પાણીના કારણે મોત થયા છે. આ બાબતે તપાસ કરી કસૂરવાર સામે. આ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.