(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૧૬
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં રરર સિંહોનાં મોત થયા હોવાની કબૂલાત ખુદ સરકારે કરી છે. જેમાં ૫ર સિંહ, ૭૪ સિંહણ, ૯૦ સિંહબાળ અને ૬ વણ ઓળખાયેલા મળીને કુલ રરર સિંહોનાં મોત થયા હોવાનું સરકારે વિધાનસભામાં જણાવ્યું છે, ત્યારે ગુજરાતમાં સિંહોની સલામતી સામે સવાલો ઉઠવા પામ્યા છે.
જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે, તા.૩૧ મે, ર૦૧૯ની સ્થિતિએ રાજ્યમાં વર્ષવાર સિંહોની સંખ્યા કેટલી છે તેમજ છેલ્લા બે વર્ષમાં કેટલા સિંહોનાં મોત થયા છે. ધારાસભ્ય ખેડાવાલાના પ્રશ્નના જવાબમાં વનમંત્રીએ લેખિતમાં જણાવ્યું હતું કે, સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે થાય છે ત્યારે છેલ્લી વસ્તી ગણતરી વર્ષ-ર૦૧પ મુજબ રાજ્યમાં ૫૨૩ સિંહો છે. જ્યારે છેલ્લા બે વર્ષમાં ૫ર સિંહ, ૭૪ સિંહણ, ૯૦ બચ્ચા અને ૬ વણ ઓળખાયેલા મળીને કુલ રરર સિંહોનાં મોત થયા છે. જેમાં ૧૯૯ સિંહોનાં મોત કુદરતી રીતે થયા છે જ્યારે ર૩ સિંહોનાં મોત અકુદરતી રીતે થયા છે.
ગીરના જંગલમાં ગેરકાયદે લાયન શો કરતા ૭૪ વ્યક્તિ પકડાયા
ગુજરાત વિધાનસભામાં સિંહોના મોતનો મામલો ગૂંજ્યો છે. ત્યારે ગીરના જંગલોમાં ગેરકાયદે લાયન શો અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વનમંત્રીએ કબૂલ્યું છે કે, તા.૩૧, મે ર૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગીરના જંગલોમાં ગેરકાયદે લાયન શો કરવામાં સંડોવાયેલા ૭૪ લોકોના પકડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં એક પણ આરોપી વનખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ ન હતા. જ્યારે પકડાયેલા ૭૪ લોકો સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Recent Comments