(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
ભેસ્તાન આવાસની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં ચાલતી જુગારની કલબમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી જુગાર રમતા ૨૩ જણાને ઝડપી પાડી રોકડા રૂપિયા, મોબાઈલ નંગ-૧૦, રિક્ષા અને એક્ટિવા મળી કુલ રૂપિયા ૭૫ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી પાંચ જણાને વોન્ટેડ બતાવ્યા છે. ડિંડોલી પોલીસના જણાવ્યા મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મળેલી બાતમીના આધારે બુધવારે મોડીરાત્રે ભેસ્તાન આવાસ ઈ-૧૦ બિલ્ડિંગની પાછળ આવેલી ખુલ્લી જગ્યા પર ચાલતા જુગારની કલબમાં દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતા ૨૩ ઝડપાયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી તેમજ સ્થળ પરથી રોકડા ૧૦,૯૦૦, મોબાઈલ નંગ-૧૦, રિક્ષા અને એક્ટિવા મળી કુલ રૂપિયા ૭૫,૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે રેડ જાઈને ભાગી ગયેલા પાંચ જણાને વોન્ટેડ બતાવ્યા છે.
ભેસ્તાન આવાસની પાછળ ચાલતી જુગાર ક્લબ પર દરોડા : ર૩ ઝડપાયા

Recent Comments