અમદાવાદ, તા.૨૨
અમદાવાદ ડિવિઝન ખાતે ૨૪ અને ૨૫ સપ્ટેમ્બરના રોજ (રવિવાર અને સોમવાર) વટવા સ્ટેશને ફૂટ ઓવર બ્રિજના બાંધકામ માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેેવામાં આવ્યો છે. આ કારણે ટ્રેનોને અસર થશે. જેમાં તારીખ ૨૪ સપ્ટેમ્બરના રોજ ટ્રેન સંખ્યા ૧૯૦૩૩ વલસાડ-અમદાવાદ-મહેમદાવાદ-ખેડા રોડ સ્ટેશને બે કલાક રેગ્યુલેટ રહેશે. ટ્રેન સંખ્યા ૫૯૫૪૯ વડોદરા-અમદાવાદ અને ૬૯૧૧૫ વડોદરા-અમદાવાદ-વડોદરા ડિવિઝનને બે કલાક રેગ્યુલેટ રહેશે, ટ્રેન સંખ્યા ૫૯૫૪૭ અમદાવાદ-ઓખા એક કલાક મોડી ઉપડશે, ટ્રેન સંખ્યા ૬૯૧૩૧ અમદાવાદ-ગાંધીનગર-અમદાવાદથી એક કલાક મોડી ઉપડશે, ટ્રેન સંખ્યા ૬૯૧૯૨ ગાંધીનગર-આણંદ-અમદાવાદથી ત્રણ કલાક મોડી ઉપડશે તથા ટ્રેન સંખ્યા ૧૬૬૧૩ રાજકોટ-કોયમ્બટૂર એક્સપ્રેસ અમદાવાદથી ૧ઃ૪૫ કલાક મોડી ઉપડશે, ટ્રેન સંખ્યા ૫૯૦૫૦ વિરમગામ-વલસાડ-અમદાવાદથી બે કલાક મોડી ઉપડશે, ટ્રેન સંખ્યા ૨૨૯૬૦ જામનગર-સુરત ઈન્ટરસિટી અમદાવાદથી ૧ઃ૩૦ કલાક મોડી ઉપડશે, ટ્રેન સંખ્યા ૨૨૯૩૨ જેસલમેર-બાંદ્રા અમદાવાદથી ૨ઃ૧૫ કલાક મોડી ઉપડશે અને તારીખ ૨૫ સપ્ટેમ્બરના રોજ ટ્રેન સંખ્યા ૧૯૦૩૩ વલસાડ-અમદાવાદ-મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશને બે કલાક મોડી રહેશે, ટ્રેન સંખ્યા ૫૯૫૪૯ વડોદરા-અમદાવાદ, ટ્રેન સંખ્યા ૬૯૧૧૫ વડોદરા-અમદાવાદ અને ૧૯૫૭૬ નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ વડોદરા ડિવિઝને બે કલાક રેગ્યુલેટ રહેશે, ટ્રેન સંખ્યા ૫૯૫૪૭ અમદાવાદ-ઓખા ૧ઃ૧૦ કલાક મોડી અમદાવાદથી ઉપડશે, ટ્રેન સંખ્યા ૬૯૧૩૧ અમદાવાદ-ગાંધીનગર-અમદાવાદથી એક કલાક મોડી ઉપડશે, ટ્રેન સંખ્યા ૬૯૧૯૨ ગાંધીનગર-આણંદ-અમદાવાદથી ત્રણ કલાક મોડી ઉપડશે, ટ્રેન સંખ્યા ૧૭૦૧૭ રાજકોટ-સિકંદરાબાદ-અમદાવાદથી ૧ઃ૪૫ કલાક મોડી ઉપડશે, ટ્રેન સંખ્યા ૫૯૦૫૦ વિરમગામ-વલસાડ-અમદાવાદથી બે કલાક મોડી ઉપડશે અને ટ્રેન સંખ્યા ૨૨૯૬૦ જામનગર-સુરત ઈન્ટરસિટી અમદાવાદથી ૧ઃ૩૦ કલાક મોડી ઉપડશે આમ ઉપર મુજબની ટ્રેનોને એન્જિનિયરિંગ બ્લોકને લીધે અસર થશે તેમ પશ્ચિમ રેલવેની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.