(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨ર
સાયણ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ફેલાયેલા રોગચાળાના અઠવાડિયા પછી ગંભીરતા જણાતા જિલ્લા વિકાસ અધિકારી સાયણની મુલાકાત લીધી હતી. આજે વધુ ૨૪ કેસો નોધાતા તંત્ર સામે લોકોમાં ભારે આક્રોશ ફાટી નિકળ્યો છે.
રાજ્યના વિવિધ જગ્યાઓમાં રોગચાળાએ દેખાદેતા ઘટનાની ગંભીરતા જાણી ખુદ રાજ્યના નાયબ મુયમંત્રી અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે ચેતવણી આપી કે જે વિસ્તારમાં રોગચાળો વકરશે ત્યાંના આરોગ્ય વિભાગના અધિકારીની જવાબદારી નક્કી કરાશે. તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે આરોગ્ય મંત્રીના આક્રમક વલણને લઈને આરોગ્ય વિભાગ સહિતના ઉપરી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જતાં સાયણ ખાતેના રોગચાળાની ઘટનામાં જોવા મળ્યું હતું. સાયણમાં છેલ્લા એક અઠવાડિયામાં સ્થિતિ ગંભીર બનતા જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથેની ટીમો સાયણ ગામમાં દોડી આવી હતી. સાથે સુરત ડીડીઓ હિતેશ કોયાએ સાયણની મુલાકાત લીધી હતી. અઠવાડિયાના સમય ગાળામાં આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલ તથા દવાખાના મળી કુલ ૧૦૦થી વધુ લોકો ઝાડા-ઉલ્ટી શિકાર બન્યા છે. જેમાં ૪ નિર્દોષોનાં મોત થઈ ચુક્યા છે. વરસાદી વાતવરણ સાથે સાયણ ના આદર્શનગર ૧,૨,૩ અને રસુલાબાદ સહિતની કેટલીક સોસાયટીઓમાં ત્રણ ચાર દિવસ સુધી પાણીનો ભરાવો થયા બાદ પાણીજન્ય રોગો પૈકી ઝાડા ઉલ્ટી ફેલાતા રિપોર્ટ મુજબ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ૧૬ અને જીવનરક્ષા હોસ્પિટલમાં ૮ મળી નવા કુલ ૨૪ કેસ છે.