સિંગાપોર,તા. ૧૧
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે આવતીકાલે ઐતિહાસિક શિખર બેઠક યોજાનાર છે. જાણકાર લોકોએ કહ્યુ છે કે આ સમિટની યજમાની માટે એક અબજ રૂપિયા અથવા તો ૧૦૧ કરોડથી વધુનો જંગી ખર્ચ સિંગાપોર સરકાર કરી રહી છે. જે રકમ આ બેઠક માટે ખર્ચ કરવામાં આવી રહી છે તે રકમ પૈકીની અડધી રકમ અથવા તો ૫૦ કરોડથી વધુ રૂપિયા માત્ર સુરક્ષા ઉપર ખર્ચ કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ કિમ સિંગાપોરમાં સૌથી મોંઘી હોટેલમાં રોકાયા છે. સેન્ટ રિજિસ હોટેલમાં કિમ જોંગ રોકાયા છે. સમગ્ર હોટેલની આસપાસ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. હોટેલને મોટા ભાગે ઢાકી દેવામાં આવી છે. કિમને કોઇ જોઇ શકે નહી તે માટે તમામ પ્રકારના છોડ તમામ જગ્યાએ મુકી દેવામાં આવ્યા છે. લોબીની અંદર પણ કોઇ જોઇ શકશે નહી. જાણકાર લોકો કહે છે કે આ હોટેલમાં એક રૂમનુ ભાડુ ૩૨૦ સિંગાપોર ડોલર સામાન્ય લોકો માટે છે. એટલે કે આશરે ૧૬ હજાર રૂપિયાથી ભાડુ એક દિવસનું હોય છે. એક રાત્રી માટેનુ ભાડુ ૧૬ હજાર રૂપિયા છે. બીજી બાજુ જે પ્રેસિડેન્શનલ સુઇટમાં કિમ રોકાયા છે તે ૩૩૫ વર્ગ મીટરમાં છે. કિમ ૨૦માં માળે રોકાયા છે. આ રૂમમાં પિયાનો પણ છે. હોટેલની વેબસાઇટમાં કિંમતના સંબંધમાં કોઇ માહિતી આપી નથી પરંતુ આવી જ તમામ પ્રકારની સુવિધા ધરાવનાર ન્યુયોર્કની એક હોટેલના એક રૂમનુ ભાડુ રાત્રી ગાળા માટે ૨૩ લાખ ૬૨ હજાર રૂપિયા છે. કિમ હમેંશા મોંઘા વિસ્તારમાં રહેવામાં વિશ્વાસ રાખે છે. તેમની લાઇફસ્ટાઇલ ખુબ ઉંચી રહી છે.૫૦ કરોડ રૂપિયા તો માત્ર સુરક્ષા પર ખર્ચ કરવામાં આવ્યા છે. સિંગાપોરના વડાપ્રધાન દ્વારા માહિતી આપવામાં આવી છે જે જંગી રકમ ખર્ચ કરવામાં આવી રહી છે. બંને નેતા પોત પોતાની સુરક્ષા ટીમની સાથે પહોંચ્યા હોવા છતાં સિંગાપોર દ્વારા પણ જંગી રકમ ખર્ચ કરવામાં આવી રહી છે. બીજી બાજુ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાંગરિલા હોટલમાં રોકાયા છે. અહીં પણ ભાડુ અભૂતપૂર્વ છે.