(એજન્સી) તહેરાન, તા.રર
ઈરાનના દક્ષિણ પ્રાંતમાં અહવાઝ શહેરમાં વણઓળખાયેલા બંદૂકધારીઓએ સૈનયની પરેડ પર ભીષણ હુમલો કરતા ૧ર ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ સહિત ર૪ લોકોનાં મોત થયા હતા. જ્યારે પ૪ને ઈજાઓ થઈ હતી. તે સરકારી મીડિયાએ જણાવ્યું હતું. ઈરના ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર ૮ સૈનિકોનાં મોત થયા છે. જ્યારે ર૦ લોકોને ઈજાઓ થઈ છે. જેમાં બાળકો અને મહિલાઓ સામેલ છે. કોઈ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી. ફેર એજન્સીના જણાવ્યા અનુસાર ચાર જેટલા બંદૂકધારી બાઈક પર આવ્યા હતા. તેઓ સેનાના વેશમાં આવ્યા હતા અને હુમલાને અંજામ આપ્યો હતો. ખુજેસ્તાન પ્રાંતના ડે.ગવર્નર અલી હોસેને જણાવ્યું કે બે જેટલા હુમલાખોરોને સામલતી દળોએ ઠાર કર્યા હતા. જ્યારે બે ને ઈજા થઈ હતી તેમ અલ-જજીરા ચેનલે કહ્યું હતું. ઈરાનમાં ૧૯૮૦થી ૮૮ વચ્ચે ઈરાન-ઈરાક યુદ્ધની તિથીની ઉજવણી પ્રસંગે સમગ્ર ઈરાનમાં પરેડ યોજાઈ હતી. ઈરાનના ખુજેસ્તાનના પાટનગર અહવાજમાં ઓઈલના ભંડાર છે. જ્યાં વારંવાર આરબ ગોરિલાઓ હુમલા કરે છે. ગયા વર્ષે અહીં સરકાર વિરોધી દેખાવો પણ થયા હતા.