(એજન્સી) લાહોર, તા.ર૮
યુનોની ત્રાસવાદી યાદીમાંથી પોતાનું નામ દૂર કરવા માટે મુંબઈ ટેરર હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદે યુનોમાં એક અરજી દાખલ કરી છે.
લાહોર સ્થિત મીરઝા એન્ડ મીરઝા કાનૂની સલાહકાર કંપનીએ સઈદવતી યુનોમાં અરજી દાખલ કરી હતી. જેમાં યુનોને અરજ કરાઈ છે કે તે યુનોની આતંકવાદીઓની યાદીમાંથી હાફિઝ સઈદનું નામ હટાવી દે. હાફિઝ સઈદને હાલમાં નજરબંધીમાંથી મુક્તિ મળી છે. હાફિઝ માટે અરજી દાખલ કરનાર નાવેલ રસૂલ મિરઝા પાકિસ્તાનની નેશનલ એકાઉન્ટીબિલિટી બ્યુરોના વકીલ રહી ચૂકયા છે. આ ઉપરાંત એડવોકેટ જનરલ પણ રહી ચૂક્યા છે. તાજેતરમાં ન્યાયિક સમિક્ષા બોર્ડના આદેશ બાદ હાફિઝ સઈદને મુક્ત કરાયો હતો. પ્રાંતીય સરકારે ૩ મહિના નજરબંધી લંબાવવા અપીલ કરી હતી. પરંતુ બોર્ડે ફગાવી દીધી હતી.
હાફિઝને પંજાબ સરકારે આતંકવાદ વિરોધી કાનૂન ૧૯૯૭ મુજબ હાફિઝ અને તેના સાથીઓને ૯૦ દિવસ માટે અટકાયતમાં લીધા હતા. સઈદ સાથે અબ્દુલ્લાહ ઉબૈદ મલિક ઝફર ઈકબાલ, અબ્દુલ રેહાન આબિદ, કાજી કાસીફ હુસૈન પણ અટકાયતમાં રખાયા હતા.
અમેરિકાએ હાફિઝ સઈદના માથે ૧ કરોડ ડોલરનું ઈનામ રાખ્યું છે. ૧૦ મહિનાની નજરબંધી બાદ હાફિઝને ગુરૂવારે મુક્ત કરાયો હતો. ર૦૦૮ના મુંબઈ હુમલાના ગુનેગારને સજા અપાવવાની ભારતની કોશિશને ધક્કો લાગ્યો છે. સઈદે મુક્તિ બાદ ફરીથી કાશ્મીરી આઝાદીનું રટણ કર્યું હતું.
ર૬/૧૧ના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદે યુનોમાં અરજી દાખલ કરી ત્રાસવાદીઓની યાદીમાંથી નામ હટાવવા જણાવ્યું

Recent Comments