ખોલવડ, તા.ર૩
ર૯મી ઓગસ્ટે સાંસદ અહમદ પટેલની હાજરીમાં ૪૩ ધારાસભ્યોના સન્માન સમારોહમાં સુરત અને તાપી જિલ્લામાંથી પાંચ હજાર કાર્યકરો ઉપસ્થિત રહેશે.
સુરત ઈન્ડોર સ્ટેડિયમમાં તા.ર૯મી ઓગસ્ટના રોજ ૪૩ ધારાસભ્યોના યોજાનાર સન્માન સમારોહના આયોજન માટે કામરેજના આંબોલી ખાતે ડૉ. તુષાર ચૌધરીના અધ્યક્ષ સ્થાને આયોજન અંગેની મીટિંગ યોજાઈ હતી. જેમાં સુરત અને તાપી જિલ્લાના તાલુકાના આગેવાનો નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાઓ અને અગ્રણીઓની હાજરીમાં મળેલી સભામાં દરેક તાલુકાના આગેવાનો સાથે વિચાર વિમર્શ કરી દરેકને તાલુકા મથકેથી કાર્યકરોને ભેગા કરી સુરત ઈન્ડોર સ્ટેડિયમ લઈ જવા માટેનું સંપૂર્ણ આયોજન કરાયું હતું. દરેક તાલુકા અને નગરપાલિકા દ્વારા અપાયેલા આંકડાઓના અને પાંચ હજાર જેટલા કાર્યકરો સુરત અને તાપી જિલ્લામાંથી સુરત લઈ જવામાં આવશે. જેની દરેકે જવાબદારી લઈ સંગઠનને વધુ મજબૂત બનાવવા ડૉ. તુષાર ચૌધરીએ અનુરોધ કરી બધાને સાથે લઈને સજ્જ થવા અનુરોધ કર્યો હતો.