(એજન્સી) ઈટાનગર, તા.ર૬
અરૂણાચલ પ્રદેશના આંજો જિલ્લાના ચીરાગ ગામે એક જીવંત બોમ્બ વિસ્ફોટમાં ત્રણ બાળકોનાં મોત થયા હતા. આ બોમ્બ ભારતીય સેનાના ફાયરિંગ રેન્જમાં પડ્યો હતો. ગ્રામજનો ફૂટેલા બોમ્બ અને કારતૂસ એકઠા કરી તેમાંથી એલ્યુમિનિયમ એકઠું કરે છે. તેમ પોલીસ વડા હવાંગ હેલિયાંગે કહ્યું હતું. જે સેલ ફૂટ્યો હતો તે વર્ષ જૂનો હતો. સ્થાનિક ધારાસભ્ય દશાંગલુએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણીએ લખ્યું કે, બાળકોને સેનાની ફાયરીંગ રેન્જમાંથી જીવંત સેલ મળ્યો હશે. તેમને તેની ગંભીરતાને કે ખતરાની જાણકારી ન હતી. જે સાંજે ફૂટ્યો હતો. ધારાસભ્યએ પીડિત પરિવારોને દિલાસો પાઠવ્યો હતો. અરૂણાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી ચોવના મીને કહ્યું હતું કે, તેઓ ખૂબ જ દુઃખી છે. આ ઘટના અંગે દિલસોજીના કોઈ શબ્દ નથી.