કોલકાતા, તા.૪
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સોમવારે રાત્રે ધરણા પર હતા. સવારે ત્રણ કલાક માટે તેઓ સ્નાન વિધિ માટે ગયા હતા. ત્યારબાદ તેઓ પુનઃ ધરણા સ્થળે સવારે ૮ઃ૩૦ કલાકે આવી ગયા હતા.
ફાયર બ્રાંડ નેતા મમતા બેનર્જીએ ગઈ રાત્રે ધરણા સ્થળે વિવિધ રાજકીય નેતાઓ સાથે ફોન પર વાતચીત કરી હતી. મમતા બેનર્જીનો પ, જાન્યુઆરીના રોજ જન્મદિવસ હતો. તેઓ ૬૪માં વર્ષમાં પ્રવેશ્યા હતા. સખત ઠંડી વચ્ચે મમતા બેનર્જી શાલ ઓઢી ધરણા સ્થળે બેઠા હતા. જ્યાં વિપક્ષી નેતાઓના ફોન આવી રહ્યા હતા. જેઓ મમતા બેનર્જીને ટેકો આપી રહ્યા છે. તેમના સંદેશા કોલકાતાના મેયર ફીરહાદહકીમ, રાજ્યના શહેરી વિકાસ મંત્રી અરૂપ વિશ્વાસ ચેક કરી રહ્યા હતા. પાણીના ઘુંટડાના સહારે તેઓ રાતભર ધરણા કરી રહ્યા હતા. કેટલાક પોલીસ અધિકારીએ તેમની સુરક્ષામાં તૈનાત હતા. મમતા બેનર્જી વીડિયો કોન્ફરન્સથી ખેડૂતોની રેલીએ સંબોધવાના છે.
રવિવારે રાત્રે સીબીઆઈના પગલાંના વિરોધમાં મમતા બેનર્જી ધરણા પર બેઠા હતા. ચીટફંડમાં પોલીસ કમિશનર રાજીવકુમારની પૂછપરછ કરવા ગયેલી સીબીઆઈના વિરોધમાં તેઓ ધરણા કરી રહ્યા છે. તેઓ દેશ અને બંધારણને બચાવવા તેમનો સત્યાગ્રહ ચાલુ રાખશે. મમતા બેનરજીના ટેકામાં યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ફોન કરી ટેકાની જાહેરાત કરી હતી. સીબીઆઈની ટીમ પોલીસ કમિશનરના ઘરે તપાસ માટે ગઈ ત્યારે તપાસ માટે પરવાનગીનો ઈન્કાર કરી સીબીઆઈના અધિકારીઓને જીપમાં બેસાડી દઈ પોલીસ મથકે લઈ જવાયા હતાં જ્યાં પાછળથી તેમને છોડી મૂકાયા હતા. ચીટફંડના ગુમ દસ્તાવેજો અંગે સીબીઆઈ પોલીસ કમિશનરની પૂછપરછ કરવા ઈચ્છતી હતી.
મમતા બેનર્જીને રાતભર ફોન આવ્યાં, પાણી પીધા બાદ ૩ કલાકનો વિરામ લીધો

Recent Comments