(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.રપ
હળવદ તાલુકાના રણજીત ગામના પાટિયા પાસે ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા છે બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત અનુસાર રાપરથી અમદાવાદ જતા ટ્રેલરે રણજીતગઢ પાસે કારને અડફેટે લેતા ત્રણ વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા છે. મૃતક ત્રણેય કચ્છના રાપરના વતની હતા. આ બનાવમાં ત્રણ ઈજાગ્રસ્તોને હળવદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બનાવની જાણ હળવદ પોલીસને થતાં ઘટના સ્થળે દોડી વધુ તપાસ હાથ ધરી છે.