(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
આવનારા દાયકામાં દેશના વસ્તીવિષયક માળખામાં મોટા ફેરફારો જોવા મળશે આજે દેશ યુવા વસ્તી માટે જાણીતો છે. પરંતુ ત્યારે ચીનબાદ સૌથી વધુ વૃધ્ધો વાળો દેશ હશે.
સંયુકત રાષ્ટ્ર જનસંખ્યા કોષના અંદાજ મુજબ ૨૦૫૦માં ભારતમાં એવી સ્થિતિ આવશે જયારે દેશમાં ઘરડાઓની વસ્તી બાળકોની વસ્તુ વધુ હશે રીપોર્ટના જણાવ્યા મુજબ ૨૦૫૦માં દેશમાં ઘરડાઓની વસ્તી જે ૬૦ વર્ષની ઉમર પાર કરી ચુકયા છે. તે અંદાજે ૩૦ કરોડ થશે.
તે અંદાજે વસ્તીનો ૨૦ ટકા હશે જયારે ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ઘરડાઓની વસ્તી ૮.૬ ટકા છે. સંખ્યાના હિસાબથી તે ૧૦.૪૦ કરોડ છે બીજુબાજુ બાળકોની વસ્તી જેમાં ૧૪ વર્ષ સુધીના બાળકોને સામેલ કરવામાં આવ્યા છે ૨૦૧૧માં ૨૯.૫ ટકા હતી પરંતુ ૨૦૫૦માં તે અંદાજે ૧૯ ટકા સુધી રહેશે. ત્યારબાદ પણ તેમાં ઘટાડો થઇ શકે છે.