(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા. ર૮
જૂનાગઢ જિલ્લામાં ત્રણ સ્થળેથી જુગાર રમતી પાંચ મહિલા સહિત ૩૦ જુગારીઓ ઝડપાયા હતા. પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ વી.એલ. પાતર અને સ્ટાફે જોષીપરાના આદિત્યનગર વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતા આરતીબેન રાજેશભાઈ ચૌહાણ, શર્મીલાબેન પરબતભાઈ ચાવડા, કાજલબેન કાળાભાઈ ચાવડા, ધનીબેન કનુભાઈ ચૌહાણ, પરબતભાઈ ભીખાભાઈ ચાવડા વગેરેને રૂા. ૧૧૪૦૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે કેશોદના એએસઆઈ આર.એચ. મિયાત્રા અને સ્ટાફે અજાબ ગામની સીમમાં જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતા ૯ શખ્સોને રૂા. રપ૩૦૦ની રોકડ, ચાર્જીંગ લાઈટ વગેરે મળી રૂા. રપપ૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે.
જ્યારે ત્રીજા સ્થળેથી વંથલી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દેવાયત સામતભાઈ અને સ્ટાફે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે ધણફુલીયા ગામની સીમમાં જુગાર અંગે દરોડો પાડતાં ૧૬ શખ્સોને રૂા. ર૧૭૧૦ની રોકડ તથા મોબાઈલ ફોન-૧ર વગેરે મળી કુલ રૂા. ૩૧ર૧૦નો રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ જિલ્લામાં ત્રણ સ્થળેથી જુગાર રમતી પાંચ મહિલા સહિત ૩૦ ઝડપાયા

Recent Comments