ગાંધીનગર, તા.ર૭
એસએસસી (ધો.૧૦) અને એચએસસી (ધો.૧ર) વિજ્ઞાનપ્રવાહ, સામાન્યપ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તથા સંસ્કૃત માધ્યમની જુલાઈ ર૦૧૮ની પૂરક પરીક્ષાની હોલટિકિટનું વિતરણ જિલ્લાના વિતરણ સ્થળે તા.૩૦-૬-ર૦૧૮ના રોજ સવારે ૧૦ઃ૦૦થી ૧૬ઃ૦૦ કલાક દરમિયાન વિતરણ થનાર છે. જેની વિગતો બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર મૂકવામાં આવેલ છે જ્યારે માર્ચ ર૦૧૮ની ઉ.મા.પ્ર.પરીક્ષા ધો.૧ર સામાન્ય પ્રવાહ, ઉત્તર બુનિયાદી, વ્યવસાયલક્ષી પ્રવાહના તથા સંસ્કૃત માધ્યમ પરીક્ષાના અનુસંધાને જે ઉમેદવારોએ ગુણ ચકાસણીની અરજી કરેલ તેઓના ગુણના Change/No Changeના જવાબોની વિગતો જે તે શાળાઓમાં ટપાલ દ્વારા મોકલી આપવામાં આવેલ છે. આ ઉપરાંત જેમના ગુણમાં સુધારો થવાના કારણે Needs Improvementમાંથી EQC અર્થાત પાસ થયેલ છે તેમજ ગુણ ચકાસણીને કારણે જુલાઈ-ર૦૧૮ની પૂરક પરીક્ષામાં એક વિષયમાં બેસવાની પાત્રતા મેળવેલ છે. તેઓની યાદી બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર મૂકવામાં આવેલ છે જેની વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળાના આચાર્યઓએ નોંધ લેવી એમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની એક યાદીમાં જણાવ્યું હતું.