(એજન્સી) ભૂવનેશ્વર,તા.૪
ભારતના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ભાવિકો માટે લાઈન સિસ્ટમ શરૂં કરવાના વિરોધમાં ૧૨ કલાકના અપાયેલા બંધનુ એલાન હિંસક બન્યું હતું. જેમાં ૧૦ પોલીસ કર્મચારીઓ સહિત ૩૦ લોકો ઘાયલ થયા છે.
પ્રાયોગિક ધોરણે સોમવારે લાઈન સિસ્ટમ લાગુ કરવામાં આવ્યા બાદ જગન્નાથ સેના દ્વારા બુધવારે બંધનુ એલાન અપાયું હતું. સંગઠનનુ કહવુું હતું કે, નવી સિસ્ટમના કારણે ભાવિકોની લાગણી દુભાઈ છે.
જો કે બંધનુ એલાન આપનાર જગન્નાથ સેનાના સંયોજક પ્રિયદર્શન પટનાયકને પોલીસે અટકમાં લીધા બાદ તેમના સમર્થકો ભડક્યા હતા અને બંધ હિંસક બન્યું હતું.
ભીડે મંદિર બહાર લગાવાયેલી બેરિકેડ તોડી નાંખી હતી અને મંદિરમાં ઘુસીને જગન્નાથ મંદિર પ્રશાસનના કાર્યાલયમાં તોડફોડ કરી હતી. લોકોએ પથ્થમારો પણ કર્યો હતો. જેના પગલે સામે પોલીસે પણ બળપ્રયોગ કર્યો હતો.