ઉના, તા.૩૦
ઉના પંથકમાં વહેલી સવારથીજ વાતાવરણમાં પલ્ટો આવતા આકાશમાં વાદળછાયુ વાતાવરણ વચ્ચે ઠંડુગાર પવન ફુકાતા અને ભારે કડકડતી ઠંડીનો ચમકારો દેખાતા આખો દિવસ લોકોને ગરમ સ્વેટર પહેરી રાખવા પડ્યા હતા. ત્યારે ઉના તાલુકાના સૈયદ રાજપરાના દરીયામાં રાત્રીના ભારે પવન અને મોજાના જોરદાર ઉછાળાના કારણે સૈયદ રાજપરા ગામની તમામ બોટો તાત્કાલીક દરીયા કાંઠે આવી પહોચી હતી. જોકે દરીયામાં માછીમારી કરતા માછીમારોને ચોમાસા બાદ વાવાઝોડાની અસરના કારણે તમામ બોટોને માછીમારી કરી શક્યા ન હતા. ત્યાર બાદ દરીયામાં ભારે કરંટ જોવા મળતા પવન અને દરીયાના મોજાના ઉછાળાથી બોટ દરીયા કાંઠે લાંગરી દેવામાં આવી હતી. તેથી માછીમાર સમાજમાં ચિંતાની લાગણી ફેલાયેલ છે. જોકે માછીમારો દરીયામાં જીવના જોખમે માછીમારી કરવા છતાં અને આવી અચાનક આવતી આફતો અને વાતાવરણમાં પલ્ટો આવતા ભારે નુકસાની પહોચી રહી છે. ત્યારે માછીમારોનું કહેવુ છે કે સરકાર ખેડૂતોને પોતાના પાક નુકસાની અંગે સહાય ચુકવવામાં આવતી હોય છે તો દરીયાઇ સાગર ખેડૂને કેમ નહીં ? રોજીરોટી માટે જીવના જોખમે દરીયામાં માછીમારી કરવા જતાં હોય છીએ તેવા સવાલ માછીમાર સમાજમાં ઉઠવા પામેલ હતા. ત્યારે સરકારે પણ માછીમારોને સહાય ચુકવાય તેવી માછીમારોની માંગ ઉઠી રહી છે.