Gujarat

સુરતમાં ચોરીના ત્રણ બનાવમાં ૩ર લાખની મત્તા ચોરાઈ

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૧
શહેરમાં ચોરીના બનેલા જુદા જુદા ત્રણ બનાવોમાં રૂપિયા ૩૨ લાખની મતા ચોરાઈ હતી જેમાં સંપત્તિ ડેવલોપર્સની ઓફિસમાં કામ કરતો કર્મચારી રોકડા રૂપિયા ૩૦ લાખની ચોરી કરી ગયો હતો.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પીપલોદ ખાતે આવેલ હીમગીરી બંગ્લોઝમાં રહેતા અને વેસુ આગમ એમ્પોરીયમોમાં સંપત્તિ ડેવલોપર્સ નામની કન્સ્ટ્રકશનની ઓફિસ ધરાવતાં શનિ પ્રવીણભાઈ પટેલ ઓફિસમાં કામ વિજય હરિશચંદ (રહે. ઉમિયા નગર, પાંડેસરા) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી વિજય ફરિયાદીની ઓફિસમાંથી રોકડા રૂપિયા ૩૦ લાખની ચોરી કરી હતી. બનાવ અંગે ઉમરા પોલીસ બિલ્ડર શનિ પટેલની ફરિયાદ નોંધી પો.સ.ઈ. બી.બી. ગોંડલિયાએ તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં ડભોલી ચાર રસ્તા માધવદર્શન સોસાયટી લક્ષ્મીદર્શન કોમ્પલેક્ષ ઘર નં. ૧૦૭માથી અજાણી મહિલા સોનાના દાગીના, રોકડા, મોબાઈલ ફોન મળી કુલ્લે રૂ. ૩૫,૯૦૦ની મતા ચોરી કરી ગઈ હતી. બનાવ સંદર્ભે સંદિપભાઈ વલ્લભભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી. તેમજ ત્રીજા બનાવમાં ઉધના પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉધના હરિનગરની પાછળ હેળી સોસાયટીના ઘર નં. ૧૯માંથી અજાણ્યા ચોર સોનાના દાગીના, રોકડા મળી કુલ્લે રૂ. ૧,૯૨,૨૫૦ ચોરી કરી ગયા હતા. ઘર માલિકે નાનાભાઈ દેવરાજ નાઈકે ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratReligion

    તરાવીહની નમાઝ પઢી બહાર આવતા મુસ્લિમ ભાઈઓને ચા પીવડાવતા કોમી એકતાની જ્યોત પ્રજ્વલિત બની

    વઢવાણમાં હિન્દુ યુવાન મનોજનું…
    Read more
    Gujarat

    ધોળકામાં જુગારની રેડમાં પકડાયેલા આરોપીનું મોત થતાં હોબાળો : સિવિલમાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાયું

    અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ જીઁ ધોળકા…
    Read more
    GujaratReligion

    ગનીભાઈ વડિયાએ કોમી એકતા મહેકાવી આણંદપુરના મુસ્લિમ બિલ્ડરે ગામની ૧૦૦ હિન્દુ મહિલાઓને ધાર્મિક યાત્રા કરાવી

    સુરેન્દ્રનગર, તા.૧૮ચોટીલા તાલુકાના…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.