બાંટવા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સંજય જીણાભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે બાંટવા મૈયારી રોડ ઉપર આવેલ રણુભાઈ લાખાભાઈ ડોડિયાની વાડીમાં ખુલ્લામાં ચાલતા જુગાર અંગે દરોડો પાડતા જેમાં તિર્થદાસ રામચંદ્ર સેજપાલ સહિત ૧૦ને રૂા. ર૯,૯૬૦ની રોકડ, ૯ મોબાઈલ તથા ૪ મોટરસાઈકલ સાથે ઘોડીપાસાનો જુગાર રમતાં કુલ રૂા. ૧,૧૭,૪૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે જ્યારે વિસાવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.કે. પરમાર અને સ્ટાફે બાતમીના આધારે વિસાવદર ખાતે જુગાર અંગે દરોડો પાડતાં પ્રદિપભાઈ જયેશભાઈ સહિત ૬ શખ્સોને રૂા. ૮૬૭૦ના રોકડ મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધેલ છે જ્યારે ભેંસાણના માલીડા ગામે જુગાર અંગે દરોડો પાડતાં ઉનળભાળ હનુભાઈ ભાટી સહિત ૯ને રૂા. રપ,૪પ૦ની રોકડ સાથે જુગાર રમતાં ઝડપી લેવામાં આવેલ છે. આ ઉપરાંત કેશોદ પોલીસે પ્રજાપતિ ધાર નજીક જુગાર અંગે દરોડો પાડતાં બિપીનભાઈ ઠાકરશીભાઈ સહિત પાંચ શખ્સોને રૂા. ૮૩૧૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. જ્યારે વંથલી તાલુકાના કાજલિયાળા ગામે પોલીસે જુગાર અંગે દરોડો પાડતાં શામજીભાઈ રવજીભાઈ સહિત ૪ શખ્સોને રૂા. ૭૮૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. તમામ સામે પોલીસે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.