(એજન્સી) મુંબઈ, તા.ર૬
મુંબઈમાં ર૬/૧૧ના હુમલાને ૧૦ વર્ષ પૂરા થયા છે. તે અંગે અમેરિકાએ મોટી જાહેરાત કરી છે. અમેરિકાએ ર૬/૧૧ના દોષિતોને પકડવાનું ઈનામ જાહેર કર્યું છે. અમેરિકાએ જાહેરાત કરી છે કે, ર૬/૧૧ના હુમલાખોરોને પકડવામાં મદદ કરનારને ૩પ કરોડ રૂપિયા ઈનામ અપાશે. અમેરિકાએ રીબોર્ડ ફોર જસ્ટિસ ડિપાર્ટમેન્ટે મુંબઈ હુમલાની ૧૦મી વરસીના દિવસે આ ઈનામની જાહેરાત કરી હતી. અમેરિકાએ કહ્યું કે, હુમલાના ૧૦ વર્ષ બાદ પણ આરોપીઓ ખુલ્લેઆમ કરી રહ્યા છે. હુમલાખોરો અને કાવતરાખોરોને પકડવામાં મદદગારને પ૦ લાખ ડોલરનું ઈનામ અપાશે. ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસ અને વડાપ્રધાન મોદી વચ્ચે સિંગાપુરમાં બેઠક બાદ આ કદમ ઉઠાવાયું છે. અમેરિકા પહેલાં પણ ઘણા આતંકવાદીઓ માટે જાહેરાત કરી ચૂક્યું છે. ર૦૧રમાં અમેરિકાના વિદેશમંત્રાલયે લશ્કરના સ્થાપક હાફિઝ સઈદ હાફિઝ મક્કીની સૂચના આપનારને ઈનામની જાહેરાત કરી હતી. ર૦૦૧માં લશ્કરે તોઈબાને આતંકવાદી સંગઠન જાહેર કરાયું હતું. જે આતંકવાદ ફેલાવવામાં મોટી ભૂમિકા ભજવે છે. ર૦૦૮માં ર૬/૧૧ના રોજ ૧૦ જેટલા પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઈમાં ભીષણ આતંકવાદી હુમલો કરી ૧૬૬ લોકોને મોતને ઘાટ ઉતર્યા હતા. હોટેલ તાજ પર થયેલા હુમલામાં ૬ અમેરિકી નાગરિકો માર્યા ગયા હતા.