દાહોદ, તા. ૩૧
આજરોજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર થયુ છે. દાહોદ જિલ્લાનુ સામાન્ય પ્રવાહનુ પરિણામ ૩૭.૫૧ ટકા જાહેર થયુ છે. ત્યારે દાહોદ સેન્ટરનુ ૪૩.૯૬ ટકા પરિણામ છે. આ વર્ષે સામાન્ય પ્રવાહમાં જિલ્લામાંથી એકપણ વિદ્યાર્થીનો એ-વન ગ્રેડ સમાવેશ ન થતા આશ્ચર્ય સર્જાયુ છે. જિલ્લામાં સૌથી વધુ પરિણામ ધરાવતુ સેન્ટર ૮૨.૯૪ ટકા સાથે દાસા સેન્ટર અને સૌથી ઓછુ ૧૧.૮૦ ટકા પરિણામ સાથે સુખસર સેન્ટર જાહેર થયુ છે.
આ વર્ષે જિલ્લામાંથી કુલ ૧૯૨૩૭ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી ૧૮૮૪૬ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. આ વર્ષે જિલ્લામાંથી એકપણ વિદ્યાર્થી એ-વન ગ્રેડમાં સમાવેશ થયો નથી જ્યારે એ-ટુમાં ૪૪, બી-વનમાં ૪૪૬, બી-ટુમાં ૧૬૨૪, ગેરરીતી કેસોની જિલ્લાવાર યાદીમાં દાહોદ જિલ્લામાં કુલ ૩૨ ગેરરીતીનો કેસો નોંધાયા હતા.
ગરબાડા સેન્ટરનુ ૪૪.૬૭ ટકા પરિણામ આવ્યુ છે. કતવારાનું ૪૮.૯૧ ટકા પરિણામ જેસાવાડાનુ ૪૪.૮૪ ટકા પરિણામ આવ્યું છે. ઉકરડી સેન્ટરનુ ૫૭.૧૨ ટકા પરિણામ રાછરડા હિમાલા સેન્ટરનુ ૨૧.૬૨ ટકા પરિણામ દેવગઢ બારીઆ સેન્ટરનુ ૪૬.૦૫ ટકા પરિણામ લીમખેડા સેન્ટરનું ૩૩.૪૮ દાસા સેન્ટરનુ ૮૨.૯૪ ટકા છે. પીપેરો સેન્ટરનુ ૮૦.૫૫ ટકા પરિણામ ઝાલોદનુ ૧૮.૫૩ ટકા પરિણામ લીમડી સેન્ટરનુ ૨૬.૧૦ ટકા સંજેલીનુ ૩૪.૮૧ ટકા પરિણામ સુખસરનુ ૧૧.૮૦ ટકા પરીણામ સાથે સૌથી ઓછુ પરીણામ ધરાવતુ સેન્ટર જાહેર થયુ છે.
કારઠનુ ૧૪.૦૬ ટકા પરિણામ આવ્યું છે.