(એજન્સી) તા.૯
બ્રિટન આધારિત એક નિરીક્ષક સમૂહે શુક્રવારે જણાવ્યુંં હતુંં કે ઉત્તર પશ્ચિમ સીરિયામાં આવેલા બળવાખોરોના નિયંત્રણ હેઠળના રહેણાંક વિસ્તારોમાં રશિયાના લડાકુ વિમાનો દ્વારા હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા જેમાં લગભગ ૩૮ જેટલા નાગરિકો મૃત્યુ પામ્યા હોવાની માહિતી મળી છે. જોકે મૃતકોમાં પાંચ જેટલા બાળકોનો પણ સમાવેશ થાય છે. આ હુમલા ઉત્તર પશ્ચિમી સીરિયન વિસ્તાર ઇદલિબના ઝરદાનામાં કરવામાં આવ્યા હતા. ગુરુવારે મોડી રાત્રે કરાયેલા હુમલાની માહિતી સીરિયન ઓબ્ઝર્વેટરી ઓફ હ્યુમન રાઇટ્‌સે આપી હતી. નોંધનીય છે કે ઝરાદાના વિસ્તારમાં ઇસ્લામિક બળવાખોરો નેતૃત્વ ધરાવે છે. ત્યાં હયાત તાહિરી અલ શામ સંગઠનની હાજરી પણ જોવા મળે છે. જે સીરિયાના પૂર્વ અલ કાયદા સંગઠનના સહયોગી કહેવાય છે.