(એજન્સી) બેઈજિંગ,તા.૧
સેનાની ૯૦મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે ચીની રાષ્ટ્રપતિ જી જિનપીંગે કહ્યું કે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ને વિશ્વાસ છે કે તે કોઈપણ હુમલાને પરાજીત કરી શકે છે. તેમણે કહ્યું કે ચીન કોઈના પર હુમલો કરવા કે વિસ્તાર કરવામાં માનતો નથી પરંતુ અમને વિશ્વાસ છે કે અમે તમામ હુમલાઓને પરાસ્ત કરીશું. ચીન તેવા કોઈપણ ભાગને દેશથી જુદો નહીં થવા દે. કોઈપણ સંગઠન કે રાજકીય પાર્ટીને આવી છૂટ નહીં અપાય. ચીનના વિશ્લેષકોએ નોંધ્યું છે કે ચીન સેનાએ તાજેતરમાં બનાવેલ સૈન્ય તાકાત પાછળ ડોકલામ વિવાદ અને ઉ. કોરિયા-અમેરિકા વચ્ચેના તનાવમાં ચીની તાકાતને દર્શાવવાનો સૈન્ય અભ્યાસ હતો. જિનપિંગે તેમના વકતવ્યમાં કોઈ ચોક્કસ વિસ્તારના વિવાદની વાત કહી ન હતી. ભૂતકાળમાં ચીનના નેતાઓએ જાપાનના હુમલાના પરિપ્રેક્ષ્યમાં ચીનનો ઈતિહાસ અને જાપાનના કબજાનો ઉલ્લેખ કરેલ છે. અમારા પ્રદેશના સાર્વભૌમત્વને નુકસાન કરવા માટે કોઈ કડવા કદમ અંગે વિચારે નહીં. ચીનના સૈન્ય પ્રમુખ જિનપીંગે કહ્યું કે ચીન તેની સાર્વભૌમત્વ, સલામતી અને વિકાસ માટે કોઈ સમાધાન નહીં કરે. મોંગોલીયન વિસ્તારમાં ચીને વિરાટ સેના ક્વાયત યોજી હતી.
ચીનના રાષ્ટ્રપતિએ ર૩ લાખ જવાનોવાળી ચીની સેનાને સંબોધતા કહ્યું કે ચીનના કોઈ ભાગને જુદો કરવાના પ્રયાસોને સાંખી નહીં લેવાય. ગ્રેટ હોલ ઓફ ધ પીપલમાં આયોજીત સમારોહમાં પ્રધાનમંત્રી લી ક્વિંગ પણ હાજર રહ્યા હતા. ભારતીય સેનાએ ડોકલામમાં ઘૂસણખોરી કરી છે તેવા મીડિયાના અહેવાલ બાદ આ ટિપ્પણી આવી છે પરંતુ તેમણે ડોકલામ મુદ્દે કોઈ વાત કરી ન હતી. ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોકલામ અને ચીની સુરક્ષા સલાહકાર યાંગ જીચી વચ્ચે મહત્ત્વની ચર્ચાઓ થઈ હતી જે અંગે બંને દેશોએ ચૂપકીદી સેવી હતી.