દુબઈ, તા.૯
ટવેન્ટી-ર૦ સીરિઝમાં શાનદાર પ્રદર્શનની મદદથી ભારતના કેએલ રાહુલ નવ સ્થાનની લાંબી છલાંગ લગાવીને આઈસીસીની ટવેન્ટી-ર૦ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે ભારતીય ટીમ પણ બીજા સ્થાને પહોંચવામાં સફળ રહી છે. નવી રેન્કિંગમાં એરોન ફીન્ચ ૯૦૦ રેટિંગ પોઈન્ટ પ્રાપ્ત કરનાર પ્રથમ બેટ્‌સમેન બની ગયો છે. તે ત્રણ સ્થાનના ફાયદા સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. પાકિસ્તાનનો ફખર બીજા અને રાહુલ ત્રીજા સ્થાને છે. ફખરે ૪૪ સ્થાનની લાંબી છલાંગ લગાવી છે. પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પ્રાપ્ત કરનાર રાહુલ હવે ટવેન્ટી-ર૦ ફોર્મેટમાં ભારતનો નંબર વન બેટ્‌સમેન છે. તેના બાદ રોહિત ૧૧મા સ્થાને છે. કોહલી ચાર સ્થાન નીચે ચોથા સ્થાને ખસી ગયો છે. બોલિંગમાં ચહલ એક સ્થાન નીચે ચોથા ક્રમે પહોંચી ગયો છે. અફઘાનિસ્તાનનો રાશીદ અને પાકિસ્તાનનો શાદાબખાન ટોચના બે સ્થાને છે. ટીમ રેન્કિંગમાં પાકિસ્તાન પ્રથમ અને ભારત બીજા સ્થાને છે.