રાંચી, તા. ૭
રાંચીમાં આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીની ત્રીજી મેચ રમાનાર છે. આને લઇને સમગ્ર રાંચીમાં જોરદાર ક્રિકેટ ફિવર છે. શરૂઆતની બંને મેચો જીતી લીધા બાદ ભારતીય ટીમ શ્રેણીમાં ૨-૦ની લીડ ધરાવે છે. આવી સ્થિતીમાં ટીમ ઇન્ડિયા આવતીકાલની મેચમાં શ્રેણી જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયા આવતીકાલની મેચમાં જીત મેળવી શ્રેણીને રોમાંચક બનાવવા માટેના પ્રયાસ કરશે. બંને ટીમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે. જો કે અંતિમ ઇલેવનની પસંદગી હજુ સુધી કરવામાં આવી નથી. પ્રથમ મેચમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને કુલદીપે જોરદાર બેટિંગ કર્યા બાદ નવી આશા જાગાવી હતી. જો કે બીજી મેચમાં ધોની ફ્લોપ રહ્યો હતો. બીજી મેચમાં વિરાટ કોહલીએ સદી કરી હતી. જે વનડે ક્રિકેટમાં ૪૦મી સદી ફટકારી દેવામાં સફળ રહ્યો હતો. ડેનાઇટ મેચ હોવાના કારણે મેચનુ પ્રસારણ આવતીકાલે ૧.૩૦ વાગ્યાથી શરૂ કરવામાં આવનાર છે. હાલમાં જ ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતી હતી પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે ટ્‌વેન્ટી શ્રેણીમાં ભારત ઉપર જીત મેળવી લીધા બાદ પાંચ મેચોની શ્રેણી ખુબ રોમાંચક બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે.