અમરેલી, તા.ર૮
સાવરકુંડલામાંની સંગીતાબેન ભીખુભાઇ પુપતભાઈ વિરાણીને વર્ષ ૨૦૧૭ ના માર્ચ મહિનામાં રાજુભાઇ ભોળાભાઇ બુહા તથા ભરતભાઇ મનસુખભાઇ હીરપરા તથા મહેશભાઇ ઉર્ફે ટીકુભા કાબરીયાએ એકબીજાએ મીળાપીપણુ કરી ષડયંત્ર રચી ફરિયાદીના સસરા પોપટભાઇ ધનજીભાઇ વિરાણીના નામની જમીન ઉપર રૂા. ૩૦,૦૦,૦૦૦/- મેળવી તેમાંથી ફરીયાદીના પતિને કોઇ ધંધો ખોલી દેશે તેમ વિશ્વાસમાં આપી કોઇ ધંધો નહીં કરી આપી વિશ્વાસઘાત અને છેતરપિંંડી કરી હતી.
આ ગુનો કરવામાં ભાભલુભાઇવાળા તથા હકુભાઇ તથા હિતેષભાઇ પટેલ તબેલા મદદગારી કરી અવારનવાર ફરિયાદીના સસરાના નામની જમીન પડાવી લેવા માટે જાનથી મારી નાંખવાની ધાક ધમકી તથા ગાળો આપી મારકૂટ કરી તેમજ બળજબરીથી ધાકધમકી આપી ફરીયાદીના પતિ પાસેથી રોકડ રૂા.૬,૦૦,૦૦૦/- જબરજસ્તીથી પડાવી લઇ બળજબરી કરી ગુન્હો કરવામાં એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યો હતો. જે ગુનો સાવરકુંડલા ટાઉન પોલીસમાં નોંધાયેલ જેથી જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાય તથા નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા આર.એલ.માવાણીએ સાવરકુંડલા ટાઉન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી.ચાવડાને આપેલ સૂચના અનુસાર તપાસનો દોર શરૂ કરતા આ ગુનાના આરોપીઓ પૈકી રાજુભાઇ ભોળાભાઇ બુહા, ભાભલુભાઇ બાલુભાઇ વાળા હકુભાઇ આપાભાઇવાળા હિતેષભાઇ બાબુભાઇ તા.૨૭/૦૮/૨૦૧૮ના રોજ પકડી પાડેલ હતા.