(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
મુંબઈ છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્પાઈસ જેટ એરલાઇન્સની સુરત-મુંબઈની ફ્લાઇટ લેન્ડ થઈ રહી હતી. તે સમયે ફ્લાઈટમાં ચાર મહિનાની બાળકીનું મોત નિપજયું હતું.
સ્પાઇસ જેટના અધિકારીથી કહ્યું હતું કે, સવારના ૭ઃ૫૦ કલાકે સુરત કસ્ટમ એરપોર્ટથી મુંબઇની ફ્લાઇટ ટેકઓફ થઈ ત્યારે એક નવજાત બાળકીને લઈ તેની માતા તેમજ દાદા અને દાદી બેઠા હતા. આ ફ્લાઇટ મુંબઇ છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ રહી હતી તે દરમિયાન નવજાત બાળકી એકાએક બેભાન થઈ ગઈ હતી. નવજાત બાળકીને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી પરંતુ માર્ગમાં જ તેનું મોત નિપજ્યું હતું. રીયા નવીન જીંદલ નામની બાળકીની ઉંમર ચાર મહિના છે. પોસ્ટમાર્ટમ માટે ડો.આર.એન. કૂપર મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પીએમ રિપોર્ટ આવ્યા પછી મૃત્યુનું કારણ જાણી શકાશે.