અમરેલી, તા.૩૦
સાવરકુંડલાના કાનાતળાવ ગામના સરપંચ અનિલ અરવિંદભાઈ રાંદડિયાનું સસ્તા હીરા આપવાની લાલચ આપી મહેસાણા ખાતે એક હોટલમાં પુરી દેનાર ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા.આ અંગે મળતી વિગતો અનુસાર સાવરકુંડલાના કાનાતળાવ ગામે રહેતા સરપંચ અનિલભાઈન અરવિંદભાઈ રાંદડિયાનું ચાર શખ્સોએ અપહરણ કર્યું હતું અને સસ્તા હીરાની લાલચે અપહરણ કરી મહેસાણાની હોટલમાં પુરી દીધેલ હતા જેમાં અનિલભાઈએ મોબાઈલ ફોન દ્વારા સાવરકુંડલા પોલીસ સ્ટેશનન પીએસઆઇ બીવી બોરીસાગરને ફોન કરી જાણ કરતા પીએસઆઇ સહિતનો કાફલો મહેસાણા જઈ સરપંચ અનિલભાઈને છોડાવેલ હતા જેમાં અપહરણ કરનાર ચાર શખ્સો પ્રતાપ હરસુર ઉર્ફે સીન ગીડા (ઉવ-૨૭ રહે સુરત), યુવરાજસિંહ ગંભીરસિંહ હડિયા (ઉવ-૨૬ રહે જામનગર), કેતન રમેશભાઈ હડિયા (ઉવ-૨૭ રહે સુરત) તેમજ વિજય ઉર્ફે ભીખો વાળા (ઉવ-૨૭)ની ધરપકડ કરી હતી આમ સાવરકુંડલા પોલીસે એસપી નિર્લિપ્ત રાયની સૂચનાથી અપહરણનો ગુનો તાત્કાલિક ડિટેકટ કરી પ્રસંનિય કામગીરી કરી હતી.