(એજન્સી) શ્રીનગર, તા.૨૯
જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લાના અરહામા ગામમાં બુધવારે પોલીસની ટીમ પર આતંકવાદી હુમલો થયો છે. જેમાં ૪ પોલીસકર્મી શહીદ થયા છે. મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે આતંકીઓ સુરક્ષાદલો પાસેથી હથિયાર ઝુંટવીને પણ ફરાર થઈ ગયા છે. હાલ વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે. જમ્મુ કાશ્મીર પોલીસે હુમલાની પૃષ્ટી કરતા કહ્યું હતું કે આતંકીઓએ એસ્કોર્ટ પાર્ટી પર ગોળીઓ ચલાવવાની શરૂ કરી દીધી હતી. હુમલામાં ચાર જવાન ગંભીર રુપથી ઈજાગ્રસ્ત થયા હતા. હોસ્પિટલ જતા સમયે તેઓ શહીદ થયા હતા. એસ્કોર્ટ પાર્ટી આ વિસ્તારમાં પોલીસ વાહનના રિપેરીંગ માટે ગઈ હતી.
આ પહેલા સુરક્ષાદળોએ અનંતબાગમાં હિઝબુલના બે ટોચના આતંકવાદીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખાણ હિઝબુલ કમાંડર અલ્તાફ અહમદ ડાર ઉર્ફે અલ્તાફ કચરુ અને તેના સહયોગી ઉમર રાશિદના રૂપમાં થઈ છે. અલ્તાફ અહમદ ડાર બુરહાન વાણીનો નજીકનો હતો.