અમદાવાદ,તા.૨૦
શહેરના નરોડા વિસ્તારમાં આવેલી એક હોટલમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ જી ડિવિઝનના એસીપીએ કરતાં હોટલના સંચાલક સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસને હોટલમાંથી પરપ્રાંતીય ત્રણ રૂપલલના પણ મળી આવી હતી. જો કે, પોલીસે તેઓનું નિવેદન લઇને તેમને છોડી મૂકી હતી. આ અંગેની વિગત એવી છે કે, જે ડિવિઝનના એસીપી અને તેમની ટીમને બાતમી મળી હતી કે પાટિયાથી નરોડા જવાના રોડ પર આવેલ રાજ પેલેસ હોટલમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે એક ડમી ગ્રાહક ઊભો કર્યો અને ૫૦૦ રૂપિયાની નોટ આપીને હોટલમાં મોકલ્યો હતો. ડમી ગ્રાહક હોટલમાં ગયો ત્યારે ત્રણ રૂપલલના બેઠી હતી. જેમાંથી તેને એક રૂપલલનાનેે પસંદ કરી અને તેની સાથે રૂમમાં ગયો હતો. રૂમમાં જતાંની સાથે ગ્રાહકે એસીપીને મિસકોલ કરી દીધો હતો. જેના આધારે પોલીસની ટીમે રાજ પેલેસ હોટલમાં દરોડા પાડ્‌યા હતા. હોટલમાંથી પોલીસને ત્રણ પરપ્રાંતીય રૂપલલના મળી આવી હતી, જયારે સેક્સ રેકેટ ચલાવતા મેનેજર દિનેશ પરમાર અને ગજરાજસિંહ રાવ, લાલસિંહ રાવ અને ભંવરસિંહ રાવ હોટલમાંથી રંગેહાથ ઝડપાઇ ગયા હતા. ત્રણેય રૂપલલના અલગ અલગ રાજ્યોની રહેવાસી છે અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભાડાનાં મકાનમાં રહે છે. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર, રાજ પેલેસ હોટલનો રહેવા માટે નહીં પરંતુ સેક્સ રેકેટ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. દરેક ગ્રાહક પાસેથી ૫૦૦ થી ૨૦૦૦ સુધીના ભાવ વસૂલવામાં આવતા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ તપાસમાં એવી પણ માહિતી સામે આવી હતી કે, આ હોટલમાં રોજે રોજ રૂપલલનાઓ બદલાતી હતી. જેમાં હોટલનો મેનેજર તેના ફોટોગ્રાફ્‌સ પાડીને ગ્રાહકોને વોટ્‌સઅપ પર મોકલી આપતો હતો અને પછી તે પ્રમાણે ગ્રાહકોને રૂપલલનાઓ સાથે મોજ માણવા બોલાવતો હતો. જો કે, ચોકક્સ બાતમીના આધારે પોલીસે આખરે આ સેક્સરેકેટનો પર્દાફાશ કર્યો હતો.