(એજન્સી) તા.૧૩
દુઃખદ સમાચાર એ છે કે ૪ બાળકોના કરૂણ મોત થયા છે. આવેલ માહિતી પ્રમાણે નૌકાદળે સમુદ્રમાં ઉપસ્થિત જહાજોને ઘટનાસ્થળે મોકલેલ છે અને મુંબઈથી પણ જહાજો મોકલાયા છે.
આ બોટમાં ૪૦ બાળકો સવાર હતા અને બોટ દહાનુ સમુદ્રી તટે ડૂબી. રપ બાળકોને બચાવી લેવાયા છે અને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ઘટનાનું કારણ વધારે પડતું ભારણ સમજી શકાય છે. દહાનુ મુંબઈથી ૧૧૦ કિ.મી. અંતર છે. મહારાષ્ટ્રના પાલઘડ જિલ્લામાં છે. કલેક્ટર પ્રશાંત નારનવાટેએ કહ્યું છે કે બોટમાં ૪૦ બાળકો સાથે અરબ સમુદ્રમાં હતી. જોત જોતામાં નાવ સમુદ્રમાં ડૂબવા માંડી. ઘટના સમયે કેટલાક માછીમારો હાજર હતા. તેઓએ સમુદ્રના કાંઠે ઉપસ્થિત લોકોને ઘટનાની જાણ કરી ત્યાર પછી ઝડપથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. દુર્ઘટનામાં ખોવાયેલ બાળકોની તપાસ અત્યારે પણ ચાલુ છે. નૌકાદળના તરવૈયા ખોવાયેલ બાળકોની શોધખોળ કરી રહ્યા છે. મળેલ અહેવાલો પ્રમાણે નૌકાદળે તે સમયે ઉપસ્થિત જહાજોને ઘટનાસ્થળે મોકલ્યા હતા. કેટલાક બાળકોની મોતની શંકા વચ્ચે બીજા ખોવાયેલ વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે.
બોટ અહિંયાના સમુદ્રના કાંઠાથી ગઈ હતી. ભારતીય નૌકાદળ(આઈસીજી) પારસ્પારિક સમુદ્રી અને વાયુ કાર્યવાહીમાં પોલીસ અને સમુદ્રિક બાબતોના અધિકારીની મદદ કરી રહ્યા છે. અધિકારીઓએ દર્શાવ્યું છે કે આઈ.સી.જી.ને રાહત અને બચાવ કામગીરી માટે ત્રણ જહાજો અને બે વિમાનોને ઘટનાસ્થળે મોકલેલ છે.