બેંગલુરૂ, તા.૧૯
કર્ણાટકના ધારવાડમાં એક નિર્માણાધિન ઇમારત ધરાશયી થવાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને ૬ લોકો ઘાયલ થયા છે. આ ઇમારતના કાટમાળમાં ૪૦ લોકો દબાયા હોવાની આશંકા છે. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ધારવાડના કુમારેશ્વરનગરમાં આ દુર્ઘટના થઇ છે. કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામિએ દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી પહોંચાડના નિર્દેશ કર્યા છે. કુમારસ્વામિએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ધારવાડમાં ઇમારત ધરાશયી થવાની દુર્ઘટના જાણીને દુઃખ થયું. દુર્ઘટના સ્થળે ચાલી રહેલી બચાવ કામગીરીના નિરિક્ષણનું કામ ચીફ સેક્રેટરીને સોંપવામાં આવ્યુ છે સાથે જ વધારાના બચાવ દળને વિશેષ વિમાન મારફતે ઘટના સ્થળે પહોંચાડવામાં આવી રહ્યું છે.
કર્ણાટકના ધારવાડમાં નિર્માણાધીન બિલ્ડિંગ પડતા ૧નું મોત, ૪૦ કાટમાળમાં ફસાયા

Recent Comments