બાવળા, તા. ર૬
બાવળા તાલુકાના હસન નગર (રાણીયા પુરા ) ગામમાં તળાવમાં થી માટી ખોદવા ચાલુ સરપંચે રોકતા બાવળા ઈ.મામલતદાર સાથે મીટિંગ ચાલુ હતી તે દરમ્યાન એક બીજા જૂથ સામ સામે આવી જતા એક જ સમાજના બે જૂથો વચ્ચે અથડામણ થતા પંદર જણને નાની મોટી ઇજા થતા બાવળાની સરકારી અને ખાનગી હોસ્પિટલ લઇ જવાયા હતા. ઘટનાની જાણ બાવળા પોલીસને થતા પોલીસ ઇન્સપેકટર પરેશ ખાંભલા તથા અશોક સિંહ તથા સ્ટાફ સાથે પહોંચી. પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. તેના અનુસંધાને ફરિયાદ કરતા ફિ૨યાદી વિક્રમભાઇ ત્રિભોવનભાઇ જાતે. મેર (કો.પટેલ) (ઉ.વ.૪૫) ધંધોપ ખેતી (રહે. હસનનગર ઇંટલવાસ)ના એ રર શખ્સો તમામ રહે. હસનનગર તા.બાવળા જિ. અમદાવાદ સામે ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે જ્યાં સામા પક્ષે
ફરિયાદી : સજનબેન ગોવિંદભાઇ લાલજીભાઇ જાતે.કો.પટેલએ ર૦ શખ્સો
હસન નનગર ઝાંપડીયાવાસ્ર તા.બાવળા જિ. અમદાવાદના એ તમામ રહે.બાવળા હસન નગર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અને આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતીમાન કર્યા છે.