પાવીજેતપુર,તા.ર૮
છોટાઉદેપુર જિલ્લાનું એસ.એસ.સી. બોર્ડનું પરિણામ ૪૯.૦૬ % આવ્યું છે. ગત વર્ષ કરતા ૧૩.૪૧ % ઓછું આવ્યું છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના ૧૬ પરીક્ષા કેન્દ્રોમાંથી કાશીપુરા કેન્દ્રનું ૭૯.ર૧ % લાવી સૌથી વધુ તથા ઝોઝ કેન્દ્રનું ર૬.૭પ % આવતા સૌથી ઓછું પરિણામ આવ્યું છે.છોટાઉદેપુર જિલ્લામાં એસ.એસ.સી. બોર્ડમાં ૯૬૪૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. તેમાંથી ૪૭૦૬ વિદ્યાર્થીઓ પાસ થતાં જિલ્લાનું ૪૯.૦૬ % પરિણામ આવવા પામ્યું છે. રાજ્યના ૩૭ જિલ્લામાં નીચેથી ત્રીજો નંબર આવવા પામ્યો છે. ગત વર્ષ છોટાઉદેપુર જિલ્લાનું ૬ર.૪૭ ટકા આવ્યું હતું. ગત વર્ષ કરતાં આ વર્ષે ૧૩.૪૧ ટકા પરિણામ ઓછું આવ્યું છે.
છોટાઉદેપુર જિલ્લાના કાશીપુરા કેન્દ્રમાં ૩૦૩ વિદ્યાર્થીઓમાંથી ર૪૦ પાસ થતાં ૭૯.ર૧ % પરિણામ મેળવી જિલ્લાનું સૌથી વધુ પરિણામવાળું કેન્દ્ર બનવા પામ્યું છે. જ્યારે ઝોઝ કેન્દ્રમાં ર૪૩ વિદ્યાર્થીઓમાંથી ૬પ વિદ્યાર્થીઓ પાસ થતાં ર૧.૭પ % મેળવી જિલ્લાનું સૌથી ઓછા પરિણામવાળું કેન્દ્ર નોંધાયું છે. ગત વર્ષે ઝોઝ કેન્દ્રનું પ૦.પર % પરિણામ હતું જેનાંથી ર૩.૭૭ % પરિણામ ઓછું આવતા ફક્ત ર૬.૭પ % જ પરિણામ આવ્યું છે.