પાવીજેતપુર, તા.૨૮
પાવીજેતપુર એસ.એસ.સી. કેન્દ્રનું ૪૭.ર૭ ટકા પરિણામ આવ્યું છે જ્યારે પાવીજેતપુર હાઈસ્કૂલમાં ૩૦૮ વિદ્યાર્થીમાંથી ૧૪૦ વિદ્યાર્થી પાસ થતાં ૪પ.૪પ ટકા પરિણામ આવ્યું છે.
કાશીપુરા હાઈસ્કૂલના આચાર્ય સંજય પટેલે જણાવ્યું હતું કે ૭૧ વિદ્યાર્થીઓમાંથી ૪૭ પાસ થતાં ૬૬ % પરિણામ આવ્યું છે.
ભેંસાવહી હાઈસ્કૂલ આચાર્ય ડી.એન. રાજપૂતના જણાવ્યા મુજબ ર૪પમાંથી ૧ર૬ પાસ થતાં પ૧.૪૩ ટકા પરિણામ આવ્યું જ્યારે ભેસાવહી કેન્દ્રનું ૪૦૭માંથી ર૧૪ પાસ થતા પર.પ૮ પરિણામ આવવા પામ્યું છે.
ડુંગરવાંટ હાઈસ્કૂલમાં ૭૧માંથી ર૮ પાસ થતાં ૩૯.૪૩ ટકા પરિણામ આવ્યું છે. કોહીવાવ આશ્રમ શાળાના ૩૮માંથી ર૩ વિદ્યાર્થીઓ પાસ થતાં ૬૦.પર ટકા પરિણામ આવ્યું છે. રામકૃષ્ણ ઉ.બુનિયાદી આશ્રમશાળા, પાવીજેતપુરમાં ૪૦માંથી ર૭ પાસ થતાં ૬૭.પ૦ ટકા પરિણામ આવ્યું છે.