અમદાવાદ, તા. ૭
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંગળવારે હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે શહેરમાં પાર્કિંગની સમસ્યા દૂર કરવા માટે નવા ૪૮ પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવશે અને ટૂંક સમયમાં ટોકન દરે તેનો અમલ કરવામાં આવશે. કોર્પોરેશન તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે શહેરમાં હાલમાં ૩ મલ્ટિલેવલ પાર્કિંગ છે અને એ ઉપરાંત નવા પાંચ મલ્ટિલેવલ પાર્કિંગ બાંધવામાં આવશે. શહેરમાં હાલમાં ૨૫ પાર્કિંગ પ્લોટ છે અને આ ઉપરાંત નવા ૪૮ પ્લોટ આખા શહેરમાં ઊભા કરવામાં આવશે. આ ઉપરાંત વધુમાં કોર્પોરેશન દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે પ્લાનિંગ કરાયું હોવાની રજૂઆત કરવામાં આવી હતી. કોર્પોરશનના વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બીઆરટીએસના ચાલકોને ટ્રેઇનિંગ પ્રોગ્રામ કરવામાં આવશે. શહેર ભરમાં બસોની સંખ્યા વધારવામાં આવશે અને ૫૦ નવી ઈલેક્ટ્રીક વાતાનુકૂલિત બસો શરૂ કરવામાં આવશે. બાબતે સમગ્ર રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
આથી હાઈકોર્ટ દ્વારા એડવોકેટ જનરલને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ઇમારતોમાં પાર્કિંગ સ્પેસ માટે પણ કંઈક કરો અને તે જ સૌથી સૌથી મોટો પ્રશ્ન છે અને તેના કારણે પાર્કિંગ માટેની સમસ્યા સર્જાય છે. કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે અગાઉથી થયેલા બાંધકામો જેમાં દબાણ છે એ મામલે કંઇક યોગ્ય પગલાં લઈ શકાય કે નહીં તે બાબત નક્કી કરીને પગલા લઈ શકાય છે. રખડતા ઢોર કેટલા શહેરમાં ફરી રહ્યા છે એનાથી કોઈ મતલબ નથી પણ એ ના હોવા જોઈએ રસ્તો લોકો માટે જ છે. એડવોકેટ જનરલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે એક અઠવાડિયામાં રખડતા ઢોર મુદ્દે કાર્યવાહી કરાશે. ગાયોનું ટેગીંગ કરવામાં આવશે કે જે રેગ્યુલર ઓફ્રેન્ડર હશે તો એની સામે પગલાં લેવાશે. ગાયોને રાખવા માટેની જગ્યા શોધી નખાઈ છે અને ગાયોના માલિક સામે કાર્યવાહી કરવા માટે.. તેમજ અમારી ટિમો પણ વધારી દેવાઈ છે.તેમને વધુમાં જણાવ્યું હતું. કે ઓટોરિક્ષા ચાલકો માટે બેજીસ અને યુનિફોર્મ માટેની તૈયારી થઈ છે.. ગઇકાલની હાઈ લેવલ મિટિંગમાં ઓટો રીક્ષા માટેના પાર્કિંગ માટે પાર્કિગ સ્ટેન્ડ નક્કી કરાયા છે અને ૧.૫ લાખ રીક્ષા ચાલકોને તાલીમ આપવામાં આવશે અને તેમને સર્ટિફિકેટ પણ અપાશે કે તેમને ટ્રેનિંગ અપાઈ છે.
શહેરની પાર્કિંગની સમસ્યા દૂર કરવા નવા ૪૮ પાર્કિંગ પ્લોટ ફાળવાશે

Recent Comments