(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
સૂર્યા મરાઠી હત્યા કેસમાં સંકળાયેલા બે આરોપીઓની ઓળખ પરેડ કરાવવા માટે ચોક પોલીસે યાદી મોકલી હોવાનું અને તારીખ આપ્યા બાદ તેઓની ઓળખ પરેડ કરાવવામાં આવશે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી હથિયારો કબજે કરાવવાના બાકી હોવાનું તપાસ અધિકારી પીઆઈ એ.એ. ચૌધરીએ જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વેડરોડ અખંડ આનંદ કોલેજ પાસે આવેલ ઓમસાંઈ એપાર્ટમેન્ટમાં શહેરના માથાભારે અને ખંડણીખોર સૂર્યા મરાઠીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં ચોકબજાર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી આરોપી રાહુલ એપાર્ટમેન્ટ તથા સતીષ ઘાડગેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી ૫ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.