(સંવાદદાતા દ્વારા) ઉના, તા. ર
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માંથી પસાર થતો ચાર માર્ગીય સૂચિત નેશનલ હાઈવે રોડ નાથડ ગામ પાસે નિકળતો હોય આ બાયપાસમાં વરસાદી પાણી નિકાલ વ્યવસ્થા ઊભી કરવામાં નેશનલ હાઈવે ઓથોરિટીએ ભુલ કરતાં તાજેતરમાં પડેલાં ભારે વરસાદ ના કારણે આ વિસ્તારના સેંકડો ખેડુતોની જમીન ધોવાણના કારણે પાકો નાશ પામે છે ખેડૂતોની જમીન ગામ લોકોના મકાનોમાં પાણી ભરાયા હતાં. આ નુકસાન બાદ આ બાયપાસ માં વરસાદી પાણી નિકાલ વ્યવસ્થા ઊભી કરવા નાળું બોક્સ મુકવામાં આવે તેવી માંગણી કરાયેલ છે. આ ઉપરાંત કેસરિયા, નાથડ, સીલોજ, સોનારી, લામધાર, એલમપુર, સહિતના ગામમાં ભારે વરસાદના કારણે અને સુચિત બાયપાસએ આ વિસ્તારોમાં તબાહી મચાવી દીધી હતી જમીન ધોવાણ પાક નિષ્ફળ સદંતર નિષ્ફળ થતાં ખેડુતો પાયમાલ થઈ ગયાં હોવા છતાં સરકારમાં બેઠેલાં જમીન સર્વે કામગીરી કરતાં ખેતીવાડી અધિકારી એ આ વિસ્તારોમાં હજું સુધી કોઈ પ્રકારનું સર્વે કામગીરી હાથ ધરવામા ન આવતાં ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે આ વિસ્તાર માં ખેતી વાડી અધિકારી સર્વે કામગીરી બાબતે ખેડૂતો સાથે ભેદભાવ અને લાગવગ ચલાવીને ચોકસ રાજકિય કિન્નાખોરી રાખીને આ વિસ્તારના સેંકડો ખેડૂતોની જમીન ધોવાણ પાક નિષ્ફળની સર્વે કામગીરી કરતાં ન હોવા ના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
આ બાબતે વહીવટી તંત્રને પાંચ ગામનાં સરપંચો સદસ્ય અને આગેવાનો ખેડૂતોએ નાયબ કલેક્ટરને લેખીતમાં આવેદનપત્ર આપીને આ વિસ્તારનું જમીન ધોવાણ પાક નિષ્ફળ અંગે તાત્કાલિક સવે કરાવીને વળતર ચુંકવવા અને જમીન અસરગ્રસ્ત સાથે અણછાજતું વતન કરીને પરેશાની કરતાં ખેતીવાડી અધિકારી સર્વે કર્મચારી સામે કાર્યવાહી કરવા માંગણી કરી સેંકડો હેક્ટર જમીનને થયેલી નુકશાની વ્હેલી તકે ચુકવાશે નહી તો ઉગ્ર આંદોલન કરવા પાંચ ગામનાં સરપંચો ખેડૂતોએ ચીમકી આપેલ છે.